ગુજરાત સરકારનું કરવેરા વધારા વિનાનું રૂ. ૧.૦૧ લાખ કરોડનું બજેટ

 

ગાંધીનગરઃ ગુજરાત રાજયની ૧પમી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇઍ બીજીવાર બજેટ રજૂ કર્યુ હતું. રાજય સરકારનું વર્ષ ર૦ર૩-ર૪નું કુલ બજેટ ૩ લાખ ૧ હજાર રર રૂપિયાનું છે. જો કે આ વખતના બજેટમાં સરકારે નાગરિકોઍ રાહત આપવાના ભાગરૂપે કરવેરાના દરમાં કોઇ વધારો કર્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રજૂ થયેલ ૭૬ પૈકી સૌથી વધુ ૧૮ વખત બજેટ નાણાંમંત્રી તરીકે વજુભાઇ વાળાઍ રજૂ કર્યુ હતું. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરાયેલ ઐતિહાસિક જમ્બો બજેટમાં તમામ વિભાગના બજેટમાં ઘરખમ વધારો કર્યાનું જોવા મળ્યું છે. જો કે સૌથી વધુ મહત્વ પ્રવાસન વિભાગને અપાયું છે. કારણ કે તે રાજય સરકારની આવકનો મહત્વનો સ્ત્રોત છે. જેથી રાજયમાં પ્રવાસન સ્થળો વિકસાવવા માટે આ વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીઍ ૧૭૦ ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષ પ્રવાસન વિભાગને ૭૬૯ કરોડની ફાળવણી સામે આ વર્ષ ર૦૭૭ કરોડનું બજેટ ફાળવાયું છે. મતલબ કે ૧૩૦૮ કરોડનો વધારો કરાયો છે.

આ બજેટ ફાળવણીમાં સરકારે તમામ વિભાગોમાં મોટાભાગે જંગી વધારા સાથેના બજેટની ફાળવણી કરી છે. નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના બજેટમાં ૬૭૮૩.૯૪ કરોડનો વધારો, ગૃહ વિભાગ માટે કુલ ૮પ૭૪ કરોડની જાહેરાત, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રપ૭ કરોડ, કાયદા વિભાગ માટે ર૦૧૪ કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૯૩૭ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૮પ૮૯ કરોડ, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ૧પ૮૦ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ર૧૯૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 રાજય સરકારે વર્ષ ર૦ર૩-ર૪ના શિક્ષણ વિભાગના બજેટમાં રપ.૧૦ ટકાનો વધારો કર્યો છે. મિશન સ્કૂલ ઓફ ઍકસેલન્સ માટે ૩૧૦૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જયારે જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે ૬૪ કરોડ, રક્ષાશકિત સ્કૂલ માટે પ કરોડ, સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓ માટે ૧૦૯ કરોડ, શાળા સહાયક માટે ૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયમાં રોડ રસ્તાની સ્થિતિ સારી બને, નવા બ્રિજના નિર્માણ થકી ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે નવા પ્રોજેકટ હાથ ધરાયા છે. રાજય સરકારે ગત વર્ષની સરખામણીઍ આ વર્ષ ૭૧.૭૦ ટકાના વધારા સાથે માર્ગ-મકાન વિભાગના બજેટમાં ર૦૬૪૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિક્ષેત્રે રાજય સરકારે લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને મદદરૂપ બનવા આયોજન કરાયું છે. કૃષિમાં વૈવિધ્યકરણ લાવીને બાગાયત, પશુપાલન, ઍગ્રો પ્રોસેસીંગ, ઍગ્રો માર્કેટીંગ જેવી સંલગ પ્રવૃતિઓ, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થકી ખેડૂતની આવક વધારવાનું ધ્યેય નકકી કરાયું છે. જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોતર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરીને લોકોને ઘેરબેઠાં સેવાઓ આપવા-કામગીરીમાં પારદર્શિતા લાવવા સરકારે અભિયાન હાથ ધર્યુ છે. જેમાં હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠાં મળી રહે તે પદ્વતિ સરકારે અમલમાં મૂકી છે. 

રાજય સરકારે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે બજેટમાં ર૪ ટકાના વધારા સાથે ૧પ૧૮ર કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય સુવિધા હેઠળની સહાયમાં પણ વધારો કરાયો છે. ગૌશાળા, પાંજરાપોળ અને ટ્સ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પ૦૦ કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અને ફરતા પશુ દવાખાનાની સેવાઓ માટે ૧૦૯ કરોડ, ગ્રામ્યકક્ષાઍ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ ઍકમ સ્થાપવા સહાય માટે ૬ર કરોડ, દૂધ ઉત્પાદક સહકારી સંઘોને માળખાકીય સુવિધાઓ વિકસાવવા ૧ર કરોડ, કરૂણા ઍનિમલ ઍમ્બ્યુલન્સ-૧૯૬રની સેવાઓ માટે ૧૦ કરોડ, રાજયમાં નવા ૧૫૦ સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયના શહેરોના વિકાસમાં શહેરી વિકાસ વિભાગ હેઠળની યોજનાઓનો મુખ્ય ભાગ છે. શહેરી વિસ્તારના વિકાસને ધ્યાને લઇને સરકારે શહેરી વિકાસ વિભાગના બજેટમાં પ૩૮૮ કરોડનો વધારો કર્યો છે.