ગુજરાત વેપારી મહામંડળનાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ (મેઘમણી)ની વરણી

 

અમદાવાદઃ ગુજરાત વેપારી મંડળના પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ (મેઘમણી ગ્રુપ)ની વરણી થઈ છે અને આ સાથે વર્ષ ૨૦૨૦-૨૧નાં નવા ચૂંટાયેલા પદાધિકારીઓ તરીકે પ્રગતિ પેનલનાં ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત વેપારી મહામંડળ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ની આ વર્ષે યોજાયેલ ભારે રસાકસીભરી ચૂંટણીમાં પ્રગતિ પેનલનાં ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. કોવિડ-૧૯નાં માહોલ વચ્ચે પણ આ ચૂંટણીમાં છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ મતદાન થયું હતું. જેમાં આત્મનિર્ભર પેનલ સામે પ્રગતિ પેનલ ૮૫ ટકા વોટ સાથે વિજયી થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧નાં નવા ચૂંટાયેલા ઉમેદવારોમાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ હેમંત શાહ, ઉપ પ્રમુખ કે. આઈ. પટેલ સહિત તમામ કેટેગરીઓમાં પ્રગતિ પેનલનાં ઉમેદવારો વિજયી થયા હતાં. ગુજરાત ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ દુર્ગેશભાઈ બુચે તેમનો કાર્યભાર નવા વરાયેલ પ્રમુખ નટુભાઈ પટેલને સોંપી દીધો છે અને આગામી સમયગાળામાં 

વેપારી વર્ગને મજબૂત બનાવવા શુભેચ્છા પાઠવી 

હતી.