ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી રાજપૂતના હસ્તે વિશેષ વ્યક્તિઓનું સન્માન

અમદાવાદઃ અમદાવાદના ડી. કે. હોલ નારણપુરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમા જી.એસ.વાય.બી.ના અધ્યક્ષ શીશપાલજી રાજપૂત ધ્વારા સમાજમા સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરવામા આવ્યુ હતુ. તેમાં ચરોતર ક્રોશેટ ક્વીન્સના સ્થાપક અને નિર્દેશક, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ ટ્રેનર, યોગ કોચ કોમલ નિરંજનભાઈ પટેલનંુ તેમના ક્રોશેટની કેપ્સ આપવા, ક્રોશેટની કલા નિઃશુલ્ક બીજાને શીખવા બદલ તથા સેવાભાવી કાર્યોને બિરદાવી ટ્રોફી અને શાલથી સન્માનિત કરાયા હતા.
કોમલબહેન વટવામાં ગુરુકૃપા યોગકેન્દ્ર ગાયત્રી તપોવન ઉદ્યાન ખાતે 40 યોગ સાધક ભાઈ-બેનને નિઃશુલ્ક યોગ શીખવે છે તથા નિયમીત યોગ કરવા પ્રેરીત કરે છે. આ કાર્યક્રમમાં યોગ બોર્ડના રાજ્ય સંયોજક રાધેશ્યામ યાદવ, હેમલતાબહેન પટેલ, જિલ્લા સંયોજક, દક્ષિણ ઝોન સંયોજક કૃપાલીબહેન સોની, યોગ કોચ, યોગ પ્રશિક્ષક સાધક ભાઈ-બહેનો હાજર રહ્યાં હતા. સાથે અામંત્રિત મેહમાનોમાં બાબુભાઈ પટેલ, ઉમિયાધામના પ્રમુખ આર. એલ. પટેલ, ચંદ્રસિંહ ઝાલા, રામકિશનજી યાદવ, આઈ. બી. શાહ, રાજેશભાઈ સરૈયાએ હાજર રહી કાર્યક્રમને સુશોભિત કર્યા હતો.
શીશપાલજી ગુજરાતને યોગમય બનાવવા માટે કડી મહેનત કરે છે સુશોભિત, મૌલીક સંત, શેખરભાઈ કારી ગુજરાતને યોગમય બનાવવા સહકાર આપી રહ્યાં છે. આમંત્રિત નાગરિકોને નિયમીત યોગ કરવા તથા જણાવ્યુ હતું. કોમલ નિરંજનભાઈ પટેલને તથા તમામ યોગ ભાઈ-બહેનને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ચરોતર ક્રોશેટ ક્વીન્સના સહ દિગ્દર્શક કેતકીબહેન શાહ હાજર રહ્યા હતા.
કોમલબહેને આદરણીય શીશપાલજી, રાધેશ્યામજી યાદવ, કૃપાલીબહેન સોની, હેમલતાબહેન, અલ્કાબહેન, ઈલાક્ષીબહેન મૌલિકભાઈ, જીજ્ઞાશાબહેન ઠાકર, હેમલતાબહેન પટેલ, શિરીષભાઈ પટેલ, રાજુભાઈ પારેખ, રાજેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પટેલ તથા તમામ યોગ શિક્ષકોનો આભાર મન્યો છે.