ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યા

 

 

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યા છે, જેનો સમારોહ ગાંધીનગરમાં ઉજવાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમારી સરકાર પહેલા દિવસથી જ નેક અને સાફ નીતિથી કામ કરી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવ્યા છે. જેમાં 1.92 લાખ લાભાર્થીઓને લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં યોજાયેલ સમારોહમાં ઉપસ્થિતિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકારની સફળતાનો શ્રેય હું જનતાના ચરણોમાં ધરવા માંગું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં ગુડ ગવર્નન્સના સુશાસનની પરિભાષા અંકિત કરી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાના સંકલ્પ સાથે કૃષિ ઉદ્યોગ, સેવા, સમાજ કલ્યાણ સાથે વિકાસની ચોતફ ગતિની યાત્રા આરંભી છે. ગમે તેવી કુદરતી આફતો હોય કે, કોરોના જેવી મહામારી હોય અમે દિન-રાત પ્રજાની સેવામાં ખડેપગે રહ્યાં છીએ તેમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 

સુશાસનના 121 દિવસ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું પોતાના ભક્તોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં અગ્રેસર છે. અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યા પહેલા દિવસથી લોકો માટે અને લોકોના પ્રશ્નોને વધુમાં વધુ અને વહેલી તકે તેનુ નિરાકરણ આવે તે બાબતને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એવા સંસ્કાર મળ્યા છે કે સત્તા ભોગવતા નહીં પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું છે. 121 દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ગઈ પછી એ શપથ ગ્રહણ કર્યાના બીજા જ દિવસે તેઓ ગુજરાતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ વિસ્તારમાં એટલે કે જામનગર રાજકોટમાં સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એક હજાર કરોડનું રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું. અસરગ્રસ્ત 1500થી વધુ ગામોમાં 5 લાખ ખેડૂતોને લાભ અપાવ્યો છે જ્યારે રાજ્યના માછીમારોને પણ સહાય પેકેજ આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં 121 દિવસમાં કોરોના રસીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે. જ્યારે રાજ્યના નાગરિકોને હાસ્પિટલની ખાલી બેડની તમામ પ્રકારની માહિતી મળે તેના માટે ઞ્ચ્ય્પ્ત્લ્ વેબસાઈટનું પણ લોન્ચિગ કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત રાજ્યમાં પ્રોપર્ટી કાર્ડ કોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના નાગરિકોને ડિજિટલ પડે તે બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય કર્યા છે. આ ઉપરાંત મહેસૂલ પ્રક્રિયાનું સરળી કરણ કરીને નિયત સેવાઓમાંથી એફિડેવિટમાંથી મુક્તિ અપાવીને સેલ્ફ ડિકલેરેશન માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી હતી. 17 જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલની સરકારને 121 દિવસ પૂર્ણ થયા છે. આજ દિન સુધી કરેલા મહત્વના કાર્યોને ધ્યાનમાં લઈને એક ખાસ બુક તૈયાર કરાવી છે. જેમાં તમામ નાનામોટા મહત્ત્વના કાર્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે 121 દિવસના કયાં કયાં મહત્વના કાર્યો કર્યા છે તે તમામ વિગતો પણ બુકમાં વર્ણવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી સહિત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા.