ગુજરાત રાજ્યના ૧૯૫ તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં ૬ ઇંચ વરસાદ

 

ગાંધીનગરઃ રાજ્યમાં બુધવાર સુધી ૧૯૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી છે. જામનગરના કાલાવડમાં મંગળવારે કલાકમાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. દિવસ દરમિયાન અત્યાર સુધીમાં ૬ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં ૨ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગરના કાલાવડમાં સવારના ૬ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  આ સાથે જામનગરના ધ્રોલમાં પણ વરસાદી માહોલ જામતા ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ સાથે શહેરમાં કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના પડધરીમાં પણ ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ સાથે મંગળવાર સવારથી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુંકાઇ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ, દમણ, સુરત, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર સહિતની અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહીની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ચાર ટીમ સૌરાષ્ટ્ર મોકલવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ફ્ઝ઼ય્જ્ની એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.

૨૪ કલાકમાં ૧૩૪ તાલુકાઓમાં મેઘમહેર, ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે ઉમરપાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળિયામાં સવા ઈંચ, લખપતમાં ૧ ઈંચ, ધરમપુરમાં ૧ ઈચ, અમદાવાદમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર જોવા મળી રહી હતી. રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થઇ જતાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર જોવા મળ્યો હતો.