ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારના નામ પર મહોર

 

ગાંધીનગર: ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે ત્ખ્લ્ અધિકારી રાજકુમારની નિમણુંક કરવામાં આવી છે. ૩૧ જાન્યુઆરી બાદ તેઓ હોદ્દો સંભાળશે. નોંધનીય છે કે રાજ્યના હાલના મુખ્ય સચિવ પંકજકુમાર ૩૧ જાન્યુઆરીએ વયનિવૃત્ત થવાના છે. મુખ્ય સચિવ પદ માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કેબિનેટની બેઠકમાં રાજ્યના પોલીસ વડા અને રાજ્યના વહીવટી વડા માટે ચાર નામો અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ આ નામો દિલ્હી મોકલવામાં આવ્યા હતા. રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીના નામ પર પણ ચર્ચા થઇ હતી. પરંતુ ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં હતુ. અંતે રાજકુમારના નામ પર મહોર લાગી ગઈ છે. નોંધનીય છે કે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર ઉપરાંત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા પણ જાન્યુઆરી ૨૦૨૩માં નિવૃત્ત થઇ રહ્યાં છે. વહીવટી અને પોલીસના વડા તરીકે બન્ને ઓફિસરોને વધુ એક્સટેન્શન આપવાની શક્યતા નહિવત હતી. બંને હોદાઓ માટે કોને પસંદ કરવા તેણે લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here