ગુજરાત બોમ્બવિસ્ફોટના આરોપી અને આતંકવાદી કુરૈશીની દિલ્હીથી ધરપકડ

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2008માં શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટ કરનારા ઇન્ડીયન મુજાહિદ્દીનના આતંકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની દિલ્હીમાંથી ધરપકડ થઇ હતી. અબ્દુલે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અગાઉ દિલ્હીમાં મોટાપાયે વિસ્ફોટ કરવાનું કાવતરું પણ ઘડયું હતું, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પી. ચિદમ્બરમ જયારે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે 50 વોન્ટેડ આતંકીની યાદી જાહેર કરેલી તેમાં અબ્દુલ કુરૈશીનું પણ નામ હતું. અબ્દુલનો સમાવેશ દુનિયાના ટોચના બોમ્બર્સમાં કરાય છે. દિલ્હી-ગુજરાત-મહારાષ્ટ્રની પોલીસ તેને ઘણા સમયથી શોધતી હતી. અબ્દુલને ભારતનો ઓસામા બિન લાદેન તરીકે ઓળખવામાં આવતો હતો. 26મી જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટમાં 21 બોમ્બવિસ્ફોટમાં 56 નાગરિકો માર્યા હતા હતા અને200 ઇજાગ્રસ્ત થયા હતા.