

ગુજરાતના રાજકારણમાં જયારથી નરેન્દ્રમોદી કેન્દ્રમાં વડાપ્રધાન બનીને સમગ્ર રાષ્ટ્રનું સુકાન સંભાળવા લાગ્યા ત્યારથી રાજયના વહીવટીતંત્રમાં પ્રભાવક્તા, કડપ અને ચમક બધું જ જાણે ઝાંખુ પડી ગયું હોય એવી પ્રતીતિ થાય છે. . મોદીજીએ કેન્દ્રમાં વહીવટ સંભાળ્યો ત્યારબાદ ગુજરાત જાણે નધણિયાતું બની ગયું. માત્ર એક વ્યક્તિની ગેરહાજરીએ બહુ મોટો ફરક પાડી દીધો. નરેન્દ્રભાઈની હાક અને છાપ- બન્ને અદભુત હતા. નાના મોટા સ્તરે ખોટું કામ કરનારી વ્યક્તિને મનમાં ભય લાગતો. મોદીજીની કમી પૂરું કરી શકે કે તેમના પગલે ચાલી શકે તેવો કોઈ નેતા ગુજરાતને ના મળ્યો. આનંદીબહેન પટેલ, નીતિન પટેલ, કેશુભાઈ પટે્લ-કૌવતની કમી બધામાં રહી. એ જ રીતે કોંગ્રેસમાં તો વરસોથી આ જ પરિસ્થિતિ છે. કોઈ વિશ્વસનીય નેતા નથી. કોઈ સર્વમાન્ય નેતા નથી. રાજ્યમાં વિવિધ જિલ્લા કક્ષાએ નેતાઓ છે. જેમની જિલ્લાની બહાર કોઈ પહેચાન નથી. માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, રતુભાઈ અદાણી , પ્રબોધ રાવળ, હિતેન્દ્ર દેસાઈ પછીની પેઢી અને હાલની નવી પેઢી- બધે પ્રતિભાનો દુષ્કાળ છે. કુવા ખાલીખમ છે અને હવાડા…….