ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે અમિત ચાવડાની વરણી

0
958

તાજેતરમાં ગુજરાતપ્રદેશના નવા અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની વરણી કરવામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમિત ચાવડાએ ભાજપના જનકસિંહને પરાજિત કર્યા હતા. ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહ સોલંકીએ ચાર વખત ગુજરાતનું મુખ્યપ્રદાનપદ સંભાળ્યું હતું. તેઓએ કેન્દ્રમાં વિદેશમંત્રીનો હોદો્ પણ સંભાળ્યો હતો. તેઓ અમિત ચાવડાના કાકા છે. અમિત ચાવડા હાલમાં અંકલાવના વિધાનસભ્ય છે. અમિત ચાવડાના દાદા ઈશ્વરભાઈ ચાવડા પણ આણંદના સંસદસભ્ય તરીકે અનેક વરસો સુધી કામગીરી બજાવી ચૂક્યા છે. હાલમાં જ દિલ્હી ખાતે આયોજિત કોંગ્રેસના મહા અધિવેશનમાં તેમણે પોતાના હોદા્ પરથી રાજીનામું આપી દીધું હતું. સમાચાર સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભરતસિંહને કોંગ્રસના મોવડીમંડળે રાજયસભાના ઉમેદવાર ન બનાવ્યા હોવાને કારણે તેઓ નારાજ થયા હતા. આથી તેમણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવાની ના પાડીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે છેલ્લા ચાર વરસ દરમિયાન કોંગ્રેસે ગુજરાતમાં યોજાયેલી વિવિધ સ્તરની ચૂંટણીઓમાં ઉત્સાહજનક કામગીરી બજાવીને સારાં પરિણામો મેળવ્યાં હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની બેઠકોમાં પણ વધારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here