ગુજરાત ઠંડીમાં ઠુઠવાયું: ૧૩ શહેરમાં તાપમાન ૧૧ ડિગ્રીથી નીચે

 

ગાંધીનગર: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તરાયણના દિવસે લધુત્તમ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ૧૩ શહેરોમા લધુત્તમ તાપમાનનો પારો ૧૧ ડીગ્રીથી નીચે નોંધાયો હતો. જેમા સૌથી વધુ લધુત્તમ તાપમાન નલિયામાં ચાર ડીગ્રી નોંધાયો હતો. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ ઠંડીમાં ઠુઠવાયા હતા. આગામી બે-ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે. રાજ્યમાં ઉત્તરાયણને લઈ હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી હતી. જેની અસર સવારથી જ જોવા મળી હતી. રાજ્યના ૧૩ શહેરોમાં લધુત્તમ તાપમાનનો પારો ચાર ડીગ્રીથી ૧૧ ડીગ્રી વચ્ચે રહ્યો હતો. જેમાં વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ગાંધીનગર શહેરમાં લધુત્તમ તાપમાનનો પારો આઠ ડીગ્રી નોંધાયો હતો. તેમજ ભુજ, કંડલા એરપોર્ટ, કેસોદ, ડીસા, પોરબંદરમા લધુત્તમ તાપમાનનો પારો નવ ડીગ્રી નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં ઠંડી ૧૦ ડીગ્રી નોંધાઈ હતી. જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં લધુત્તમ તાપમાન ૧૧ ડીગ્રી નોંધાયો હતો.