ગુજરાત ટાઈમ્સ-ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ-દેસીટોકના કોલમિસ્ટને નેશનલ એવોર્ડ

પરીખ વર્લ્ડવાઈડ મીડિયાના પ્રકાશનો; ગુજરાત ટાઈમ્સ, ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ, દેસી ટોકમાં ફિલ્મ મનોરંજન પર કૉલમ લખતા પત્રકાર રાજીવ વિજયકરને 17 ઓક્ટોબર 2023 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી તેમના પુસ્તક ‘લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત’ માટે સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાયો હતો.

આ પુરસ્કારમાં સ્વર્ણ કમલ અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે. ઉપરના ફોટામાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગન અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુર પણ જોવા મળે છે.