ગુજરાત ટાઈમ્સના કોલમિસ્ટ નરેશ અંતાણી સહિત દસ કળા સંવર્ધકોને ખાસ એવોર્ડ

સુરત:  ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા ‘કલાતીર્થ’ ટ્રસ્ટ દ્વારા ઈતિહાસ પુરાતત્વ, કલા સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં સંશોધન કરતા સંશોધકો રાજય કક્ષાના ‘સંસ્કૃતિ સવર્ધક’ એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અગિયાર સંશોધકોમાં નરેશ અંતાણીનો સમાવેશ થાય છે.
કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા દ્વારા સુરત ખાતે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે આ અવોર્ડ મેળવનારા રાજ્યના સંશોધકોમાં ઈતિહાસવિદ અને સંસ્કૃતિ મર્મજ્ઞ ડો. ઉમિયાશંકરભાઈ અજાણી, લોકસાહિત્ય સંવર્ધક અને લેખક, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ઈતિહાસજ્ઞ અને અભ્યાસુ લેખક, પૂર્વ કયૂરેટર, દિલીપભાઈ વૈદ્ય, લોકસાહિત્યના મર્મી ડો. દિનેશભાઈ જોશી, ઈતિહાસકાર, પત્રકાર અને લેખક નરેશભાઈ ઓસમાણનોતીયાર, ગુજરાતના ઈતિહાસ લેખક ડો. નિસર્ગભાઈ આહિર તથા રાજયના અતૂલ્ય વારસાના સંવર્ધક કપિલભાઈ ઠાકરને આ એવોર્ડ જાહે૨ ક૨વામાં આવ્યો છે.
આ સંશોધકોને આ એવોર્ડમાં સન્માનપત્ર, શાલ તથા શેઠ તલકશી પાલણ વિસરીયા પુરસ્કૃત ૧૧,૦૦૦/-ની રોકડ રાશી અર્પણ કરવામાં આવશે.
આગામી નવેમ્બરની ૨૦મી તારીખે ભુજમાં રાજ્યના વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુકતજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના સભાખંડમાં યોજનારા એક ભવ્ય સમારંભમાં સંશોધકોને આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવશે આ અવસરે કલાતીર્થ દ્વારા પ્રકાશિત કરાયેલા સંજય ઠાકરના ‘કચ્છ ધરાની વિસ્તૃત વિરાસત- સેલોરવાવ-સ્થાપત્ય’ તથા ડા. નિસર્ગ આહિરના પુસ્તક ‘મોતી ભરત– સૌરાષ્ટ્ર-કચ્છનો વિસ્તૃત કલાવા૨સો’નું વિમોચન પણ કરાશે. એવું શ્રી ઝાપડિયાએ જણાવ્યું હતું. સમારંભને સફળ બનાવવા સ્થાનિક સમિતિના સભ્યો નવીન સોની, પંકજ ઝાલા, પુજા કશ્યપ, મનન ઠકકર, જાગૃતિ વકીલ સક્રિય રહ્યા. અંતાણી, લેખક અને સંશોધક સંજયભાઈ ઠાકર, આર્કાઈસ્ટ અને લેખક દલપતભાઈ દાણીધારીયા, કલા સંસ્કૃતિના અભ્યાસુ લેખક પ્રમોદભાઈ જેઠી, હેરિટેજ ટુરીઝમના પ્રોત્સાહક છે.