ઐશ્વર્યા રાય બચ્ચન સરોગેટ મધરની ભૂમિકા ભજવે તેવી શક્યતા

બોલીવુડની વિખ્યાત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સરોગેટ મધરના પાત્રમાં જોવા મળે તેવી શક્યતા છે. ઐશ્વર્યાને હાલમાં બોલીવુડમાં એક પછી એક ફિલ્મો મળતી જાય છે. ઐશ્વર્યાએ ડબલ રોલવાળી ફિલ્મમાં પોતાની ફી દસ કરોડ રૂપિયા કરી છે. ડિરેક્ટર નારાયણ સિંહ અને કો-પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ વાસ્તવિક જીવન પર આધારિત છે, જે ગુજરાતની એક મહિલાની આપવીતી પર આધારિત છે. આ મહિલા સરોગેટ મધર બનીને બાળકને જન્મ આપવા માગે છે, પણ તેને એ બાળક સાથે લાગણીનો અનુભવ થાય છે અને તેને  પરત લેવા આતુર છે. ફિલ્મમાં અભિનય વિશે ઐશ્વર્યા પોતાની અન્ય ફિલ્મોની ડેટ જોઈને નક્કી કરશે.