દિશા પટણી હવે ઐતિહાસિક ફિલ્મ ‘સંઘમિત્રા’માં રાજકુમારી બનશે

 

 

 

વિખ્યાત ફિલ્મ ‘બાહુબલી’ની રાજકુમારી દેવસેનાનું પાત્ર ભજવનારી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને હજી ચાહકો આજે પણ યાદ કરે છે. હવે રાજકુમારીનું પાત્ર દિશા પટણી ભજવવા જઈ રહી છે. ઐતિહાસિક ફિલ્મ સંઘમિત્રામાં દિશા પટની રાજકુમારી બનશે. આ ફિલ્મ તામિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. 50 કરોડ રૂપિયાની બજેટની આ ફિલ્મમાં અગાઉ કમલ-હાસનની પુત્રી શ્રુતિ હસનને લેવામાં આવી હતી, પરંતુ પછી દિશાની એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં જયમ રવિ અને આર્ય મુખ્ય ભૂમિકા અદા કરશે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાનનું છે. દિશા પટણીએ પોતે ટ્વિટ કરીને આ ફિલ્મ વિશે માહિતી આપી છે.