‘ગુજરાત ટાઇમ્સ’માં જ્યોતિષની કોલમ લખનાર અનિલભાઈ કે. ભટ્ટનું દુઃખદ નિધન

 

અમદાવાદઃ અમેરિકાથી પ્રસિદ્ધ થતા વિકલી પેપર ‘ગુજરાત ટાઇમ્સ’માં ‘સપ્તક’માં જ્યોતિષની કોલમ લખનાર અમારા કોલમનીષ્ઠ અનિલભાઈ કે. ભટ્ટનું તા. ૧ ડિસેમ્બર મંગળવારે રાત્રે ૭૪ વર્ષે ટુંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓએ જીવંતપર્યંત સરળ સ્વભાવ, નિષ્કપટ આચરણ અને પવિત્ર ધર્મમય જીવન વ્યતિત કર્યું હતું. મિત્રો અને સ્વજનોમાં તેઓ અજાતશત્રુ તરીકે જાણીતા હતા. અમદાવાદ સ્થિત સરસપુર શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં નિવૃત્ત શિક્ષક અને જ્યોતિષ હસ્ત પરિક્ષક હતા. અનિલભાઈ ભટ્ટ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. સંગીતના વાદ્ય હાર્મોનિયમ, તબલા, વાંસળી પર પણ તેમની સારી એવી પકડ હતી. અનિલભાઈ ભટ્ટના પુત્ર પ્રતિક ભટ્ટ પણ ‘ગુજરાત ટાઇમ્સ’ સાથે સંકળાયેલા હતા. ‘ગુજરાત ટાઇમ્સ’ના ચેરમેન અને પબ્લિસર્શ ડો. સુધીર પરીખ, અરુણભાઈ શાહ, હસમુખ બારોટ, દિગંત સોમપુરા તથા ‘ગુજરાત ટાઇમ્સ’ અમેરિકા તથા ભારત ઓફિસ પરિવાર વતી સદ્ગત અનિલભાઈ ભટ્ટના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના.