ગુજરાત ગૌરવ દિનની ઉજવણીઃ ડાંગની દીકરીનું સન્માન કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કુ. સરિતા ગાયકવાડને ‘ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩’ અપર્ણ કરાયો હતો. જામનગરના આંગણે યોજાયેલા રાજ્ય કક્ષાના ‘ગુજરાત ગૌરવ દિન’ની ઉજવણી પ્રસંગે, ડાંગની દીકરી એવી ગોલ્ડન ગર્લ કુ. સરિતા ગાયકવાડનું સન્માન થવા પામ્યું છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રમત ગમત ક્ષેત્રે ડાંગ સહિત ગુજરાત રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર કુ. સરિતા ગાયકવાડને ‘ગુજરાત ગરિમા એવોર્ડ-૨૦૨૩’ એનાયત કરવામાં આવ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કુ. સરિતા ગાયકવાડે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સ રમતની વિવિધ ઇવેન્ટમાં ભાગ લઈ, વર્ષ-૨૦૧૮માં ઇન્ડોશિયા ખાતે રમાયેલઈ એશિયન ગેમ્સ કોમ્પિટિશમાં બે ગોલ્ડ મેળવ્યા બાદ, વર્ષ ૨૦૧૮-૧૯માં જકાર્તા ખાતે રમાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ૪-૪૦૦ મીટર વિઘ્નદોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દેશને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું. ડાંગની દીકરીની આ સિદ્ધિને ગુજરાત ગૌરવ દિવસે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’થી નવાજવામાં આવી હતી.