ગુજરાત કોંગ્રેસમાં યુવા પ્રતિભા ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડા

0
888

ગુજરાત કોંગ્રેસને નવું જોમવંતું સ્વરૂપ આપવા તેમજ યુવા પ્રતિભાને નેતૃત્વ આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ
શુભ પ્રારંભ કર્યો છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે આંકલાવના યુવાન ધારાસભ્ય શ્રી અમતિ ચાવડાની વરણી
કરી છે. અમિત ચાવડા છેલ્લી ચાર ટર્મથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાતા રહયા છે. હાલમાં તેઓ ગુજરાત
વિધાનસભામાં કોંગ્રસના દંડક તરીકે કામગીરી સંભાળે છે. આ અગાઉ ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખપદ
સંભાળતા હતા. 41વરસના યુવા નેતા અમિતભાઈ ઉચ્ચ શિક્ષિત છે. તેઓ કેમિકલ એન્જિયરિંગની ડિગ્રી ધરાવે છે.
તેમને ગળથૂથીમાંથી જ રાજકારણનો પાઠ મળ્યો છે. તેઓ ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે.
અમિતભાઈએ કોંગ્રેસને યુવાઓ સાથે જોડીને જોમવંતું બનાવવાનો સંકલ્પ કર્યો છે. તાજેતરમાં એઆઈસીસી આયોજિત
સેશનમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રાષ્ટ્રના નવનિર્માણના કાર્ય માટે વધુ ને વધુ યુવાનોને કોંગ્રેસ પક્ષ સાથે જોડવાનો
સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વધુ ને વધુ પ્રતિભાસંપન્ન યુવાનેતાઓની પસંદગી કરવામાં આવી
રહી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાઅધ્યક્ષ તરીકે યુવાન ઘારાસભ્ય પરેશ ધાનાણીની વરણી કરાઈ હતી.
ગુજરાતના વિવિધ વિસ્તારો અને વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કોંગ્રસ પક્ષ કરી રહયો છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રસ પક્ષના ઉપ-અધ્યક્ષ તરીકે શૈલેષ પરમાર કાર્યભાર સંભાળી રહયા છે.
પીઢ નેતાઓના માર્ગદર્શન અને યુવા પ્રતિભાઓના નેતૃત્વથી ગુજરાત કોંગ્રેસને નવું જોમ અને નવું સ્વરૂપ
આપવામાં આવી રહયું છે. ગુજરાત પ્રદેશ ર્કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા પક્ષને વધુ જોમવંતો અને
શકિતશાળી બનાવવાનો ઈરાદો ધરાવે છે.