ગુજરાત અને અફધાન ટ્રેડ ફેડરેશન વચ્ચે વેપારની વૃદ્ધિ માટે ચર્ચા

 

અમદાવાદ: અફધાનિસ્તાન ઈન્ડિયા ટ્રેડ ઓલ ઈન્ડિયા ઈમ્પોર્ટ ફેડરેશન દ્વારા અફધાનિસ્તાનના ટ્રેડ વડા અને ઓલ ઈન્ડિયા ઈમ્પોર્ટ્સ ફેડરેશનના સેક્રેટરી ગુજરાતના ટ્રેડ લીડર્સ હીરેન ગાંધી સાથે ટ્રેડ મુદ્દે મુલાકાત કરવામાં આવી હતી.

ભારતમાં અફધાનિસ્તાનના એમ્બેસેડર એચ. ઈ. ફારીર મામુન્દઝે તેમના વેપાર અને શિક્ષણના વડા સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેઓએ ઈન્ડો અફધાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવાના મુદ્દાઓ અને માર્ગો સમજવા માટે વેપારીઓ અને નિકાસકારો સાથે બેઠક કરી હતી, જેમાં મસાલા, ડ્રાયફ્રુટ્સ ટ્રેડર્સ, ટૂર અને ટ્રાવેલ્સ સેક્ટરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.