ગુજરાતે TATA અને Ford સાથે કર્યા કરાર

 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર કરાયા છે. ગુજરાત સરકારે 2011માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના અનુસંધાને તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. તેમજ, ટાટા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ બધી જમીન, બિલ્ડિગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે. એટલું નહિ, ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશે.

ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. સાણંદના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે. ગુજરાત સરકાર નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે. ઉપરાંત પાણી, વીજળી, એલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ અભિગમ અને ત્વરિત નિર્ણાયાક્તાને પરિણામે સમગ્ર વિષયે માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે પોઝિટિવ એપ્રોચ દાખવી એમઓયુ કર્યા છે

ફોર્ડ મોટર્સ જેવી વિદેશી કંપનીના ટાટા જેવી ભારતીય કંપની દ્વારા સૂચિત હસ્તાંતરણથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મ નિર્ભર ભારતનો ધ્યેય પાર પાડવાનું એક વધુ કદમ ગુજરાત ભરશે. ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં 3043 સીધી રોજગારી અને અંદાજે 20 હજાર જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે. ર્ંઆ પ્લાન્ટ બંધ થવાના કારણે અંદાજે 25 હજાર જેટલા લોકો રોજગારી ગુમાવે તે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો. ઉપરાંત પ્લાન્ટને સ્પેરપાર્ટસ પૂરા પાડતા એન્સિલરી એકમો પણ બંધ થશે અને તેમાં કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ અવળી અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. કરારથી હવે તે નું નિવારણ આવી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતને ઓટો હબ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સેવા કાળ દરમ્ાિયાન સેવેલા સ્વપ્નને સાકાર કરવા ઔદ્યોગિક નીતિ-2009 અંતર્ગત, રાજ્ય સરકારે મેગા, ઇનોવેટીવ પ્રોજેક્ટને સહાય આપવાનું જાહેર કર્યું હતું. ફોર્ડ મોટર્સ દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પ્લાન્ટ શરૂ કરવામાં આવલ્યો હતો. કુલ 460 એકર જમીનમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ અને એન્જિન પ્લાન્ટ આવ્યા છે

ટાટા મોટર્સ દ્વારા, તેની સબસીડરી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિ, તરફથી સાણંદના ફોર્ડ કંપીનીના પ્લાન્ટની કામગીરી હસ્તગત (ખ્ણૂષ્ઠ્યજ્ઞ્શ્ર્વફૂ) કરવા વિધિસર દરખાસ્ત કરવામાં આવી છે. હવે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટના કર્મચારીઓનો ઊભો થનારો બેરોજગારીનો પણ સૂચિત હસ્તાંતરણથી નિવારી શકાશે અને સ્થાનિકોને પણ રોજગારીના અવસર મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here