ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ર્કના ઉપક્રમે ઱્સ્વામી વિવેકાનંદની શાનદાર ભજવણી

0
904

માર્ચ 24 શનિવારના રોજ વિક્રમ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટસ અને સિધ્ધિ ઇવેન્ટસ દ્રારા ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ર્કમાં સ્વામી વિવેકાનંદ અમેરિકા ખાતેના નાટકનો પ્રથમ શો યોજવામાં આવ્યો હતો. લગભગ 400 દર્શકોએ નાટકને માણ્યું હતું. આ નાટકનાં ભારતમાં લગભગ 200 શો થઇ ચુકયા છે.
જેમનાં વિચારોની વ્યાપક અસર તત્કાલીન યુવાનાોમાં થઇ હતી તેવાં યુગપુરુષ સ્વામી વિવેકાનંદ વિષે ખૂબ જ સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું. ’ઊઠો-જાગો અને તમારો ધ્યેય સિધ્ધ ના થાય સુધી પ્રયત્ન કરતા રહો’ તે સૂત્ર વડે પ્રસિધ્ધ થનારાં યુવાનેતા સ્વામી વિવેકાનંદના જીવન વિષેની ઝીણવટભરી માહિતી ખૂબ જ સંશોધન બાદ અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી.


કાર્યક્રમની શરૂઆત ભારતીબહેન દેસાઇએ સૌનું સ્વાગત કરીને કરી હતી. નાટકનાં લેખક દિગ્દર્શક વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસ છે અને સ્વામી વિવેકાનંદની ભુમિકા પણ શૌનક વ્યાસે જ ભજવી છે. જૂજ કલાકારો અને સ્વામી વિવેકાનંદના જીવન સમયગાળાનાં સેટ સ્ટેજ પર ઉભા કરવાં તે ખૂબ જ પ્રશંસાને લાયક છે. સ્વામી વિવેકાનંદનના ગુરૂ શ્રી રામક્રુષ્ણ પરમહંસનું પાત્ર પણ ખૂબ જ અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું હતું.


ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ક આવાં વિષયો પર નાટકો રજૂ કરવાં માટે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. ગયા વર્ષે ‘સરદાર’ નાટક પણ ખૂબ જ પ્રશંસા પામ્યું હતું. ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ શ્રી મીનેષભાઇ પટેલ, પ્રોગ્રામ મેનેજર ભારતીબહેન દેસાઇ તેમજ કમિટીના સભ્યો ચંદ્રકાંત પટેલ, જતીન ઉપાધ્યાય, ભુપેન્દ્ર પટેલ, કીર્તી પટેલ, હેમા ચોકસી, કીરીટ પટેલ અને બાબુ નાયકના પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ ખુબ જ સફળ થયો હતો.

ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્કમાં 25મી માર્ચના રવિવારના રોજ કોનસ્યુલેટ એટ યોર ડોર સ્ટેપનો પ્રથમ વખત કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઓસીઆઇ, વીસા, મેરેજ-બર્થ સર્ટિફિકેટ વગેરે વિષે માહિતી આપવાનાં હતાં તેને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો જેમાં લગભગ 80 વ્યકિતઓએ ઓસીઆઇ ફોર્મ ભર્યા અને બીજી ઘણી માહિતી મેળવી. સમાજ આવા રીતનાં કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજશે.

ગુજરાતી સમાજ ઓફ ન્યુ યોર્ર્કના આગામી કાર્યક્રમોમાં 7મી એપ્રીલે ’દાસ્તૉગોઇ’ જેમાં મહાત્મા ગાંધીજીની જીવન અને વિચારો પ્રથમ વાર અમેરિકામાં અંકિત ચઢા આવીને સ્ક્રીન પર બતાવી રજુ કરશે અને 12ની મે એ ગુજરાત દિનની ઉજવણી સમાજ કરશે.