ગુજરાતી ફિલ્મોને નવી દિશા ચીંધનારા નિર્દેશક અભિષેક જૈનની કોમેડી હિન્દી ફિલ્મ આવી રહી છે…

Twitter

 

ગુજરાતી ફિલ્મોના સફળ  અને પ્રતિભાસંપન્ન નિર્દેશક અભિષેક જૈન હવે હિન્દી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મો કેવી રીતે જઈશ અને બે યારનું નિર્દેશન કરીને આ યુવાન સર્જકે હવે બોલીવુડની દુનિયામાં વિધિસરનો પ્રવેશ કરી લીધો છે. તેઓ એક સુંદર હાસ્યપ્રધાન કથા પરથી કોમેડી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતિ સેનન મુખ્યભૂમિકા ભજવી રહ્યા છે. ક્રિતિ સેનને હીરોપંતી ફિલ્મથી હિન્દી પરદે પ્રવેશ કર્યો હતો. જેમાં હીરો ટાઈગર શ્રોફ હતા. ક્રિતિ સેનન હવે બોલીવુડમાં મોટા નિર્માતાઓની ફિલ્મોમાં ભૂમિકા ભજવી રહી છે. નિર્માતા દિનેશ વિજાન અને મહાવીર જૈનની ફિલમમાં અ રાજકુમાર રાવ સાથે કોમેડી કરતી જોવા મળશે. ઉપરોક્ત ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ કોમેડી ફિલ્મમાં પીઢ કલાકાર પરેશ રાવલ, રત્ના પાઠક શાહ, અપારશક્તિ ખુરાના જેવા કલાકારો ખાસ ભૂમિકામાં રજૂ થશે. ફિલ્મમાં કલાકારોને અલગ અવતારમાં રજૂ કરવામાં આવશે. નિર્માતા મહાવીર જૈને જણાવ્યું હતું કે, અમને્  વિશ્વાસ છે કે, દર્શકોએ અગાઉ આવી ફિલ્મ કદી જોઈ નથી. અમારી પાસે અસરકારક વાર્તા, શાનદાર કલાકારો તેમજ પ્રતિભાશાળી ક્રુ મેમ્બરો છે. અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ક્રિતિ સેનન બરેલી કી બરફી તેમજ રાબ્તા ફિલ્મમાં એકસાથે કામ કરી ચુક્યા છે.