ગુજરાતી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

મુંબઈઃ ગુજરાતી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી રીટા ભાદુરીનું મુંબઈમાં અવસાન થયું હતું.
તેઓ 62 વર્ષનાં હતાં અને કિડનીની બીમારીનો સામનો કરતાં હતાં.
રીટા ભાદુરી છેલ્લાં બે અઠવાડિયાંથી જુહૂની હોસ્પિટલમાં દાખલ થયેલાં હતાં.
સોમવારે મોડી રાતે હાર્ટએટેક આવ્યા પછી તેમનું અવસાન થયું હતું. સાવન કો આને દો, જુલી, હીરો નંબર વન, બેટા જેવી ફિલ્મોથી બોલીવુડમાં આગવું સ્થાન ધરાવતાં રીટા ભાદુરી ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ફિલ્મોનાં સફળ અભિનેત્રી રહ્યાં હતાં.
પીઢ અભિનેત્રી જયા બચ્ચનનાં નાની બહેનની પણ ઓળખ ધરાવતાં રીટા ભાદુરીએ 30થી વધારે ટીવી-સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.