ગુજરાતી પત્રકારત્વમાં જાણીતા બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી રમણીકલાલ સોલંકીનું નિધન

0
1321

 

અમદાવાદઃ ગુજરાતી પત્રકારત્વમાં જાણીતા અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી રમણીકલાલ સોલંકીનું રવિવારે પહેલી માર્ચના રોજ અમદાવાદસ્થિત ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. સદ્ગત રમણીકલાલ સોલંકી લંડન તેમજ એટલાન્ટાથી પ્રકાશિત થતા ગરવી ગુજરાત સાપ્તાહિકના સ્થાપક તંત્રી હતા, સાથે સાથે તેઓ એશિયન મીડિયા ગ્રુપના ચેરમેન અને એડિટર ઇન ચીફ પણ હતા. પત્રકારત્વક્ષેત્રે તેમના વિશાળ પ્રદાનની નોંધ લઈને ઇંગ્લેન્ડનાં રાણીએ પ્રથમવાર ૧૯૯૭માં બ્ગ્ચ્ અને ૨૦૦૭માં ઘ્ગ્ચ્ તરીકે સન્માન કર્યું હતું. છ દાયકાના પત્રકારત્વમાં તેમણે મુંબઈના જાણીતા અખબારી જૂથના લંડનસ્થિત સંવાદદાતા તરીકે અને ગુજરાતના અનેક અખબારોના કટારલેખક તરીકે કામ કર્યું હતું. ૧૯૬૪માં તેઓ લંડન આવ્યા, ત્યાર બાદ તેમણે બ્રિટનમાં ગુજરાતી ભાષાનો વૈભવ જળવાયેલો રહે એ માટે લંડનમાં એથનિક મીડિયા પ્રકાશન ગૃહની સ્થાપના કરી હતી. બાદમાં તેમણે ગરવી ગુજરાત સાપ્તાહિક અખબાર શરૂ કર્યું હતું. તેમણે હેરોલ્ડ વિલ્સનથી શરૂ કરી ટોની બ્લેર સુધીના યુકેના તમામ વડા પ્રધાનોના ઇન્ટરવ્યુ લીધા હતા. પરિવારમાં પત્ની પાર્વતીબહેન, પુત્રો કલ્પેશ-શૈલેશ, પુત્રી સાધના ને ૧૧ પૌત્રો-દૌહિત્રોનો સમાવેશ થાય છે.