ગુજરાતમાં ૧૫૦ બેઠક જીતવાનો  આપનો દાવો 

 

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી કાલે ગાંધીધામ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીનું આમ આદમી પાર્ટીના  નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત સેંકડો કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી.  અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ ગરબામાં ભાગ લીધો હતો અને માં અંબેની પૂજા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ખેડબ્રહ્માની જાહેર સભામાં આવેલા હજારો લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ જે પ્રેમ આપ્યો છે તેના માટે હું તેમનો આભારી છું. અમે બધા અહીં આવી રહ્યા હતા ત્યારે લોકો રસ્તાઓની આજુબાજુ ઉભા હતા અને અમારી તરફ વિશ્ર્વાસ અને આશાની નજરે જોઈ રહ્યા હતા. હું તમને બધાને વચન આપું છું કે જો સરકાર બની તો હું તમારા સપનાઓને તોડીશ નહીં. હું તમને સારા સમાચાર જણાવી દઉં કે, સરકારે તેની ગુપ્તચર એજન્સી ત્ગ્ તરફથી એક સર્વે કરાવ્યો છે. તે સર્વેમાં સામે આવ્યું છે કે જો આજે ચૂંટણી થઇ જાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જીતી જશે. પરંતુ અત્યારે સીટોની સંખ્યા ૯૪ કે ૯૫ આવી છે. આપણે આટલાથી ખુશ થવાની જ‚ર નથી, આપણે જંગી બહુમતીથી જીતવાનું છે. આ વખતે ગુજરાતના લોકોએ દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડવો પડશે, ઓછામાં ઓછી ૧૫૦ સીટો આવવી જોઈએ. ચૂંટણી તમારે લડવી પડશે, એકલા કેજરીવાલ, ઇસુદાન કે ગોપાલ ચૂંટણી નહીં લડી શકે. ગુજરાતના ૬.૫ કરોડ લોકોએ ચૂંટણી લડવી પડશે.