ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અનેક શહેરોમાં પારો ગગડ્યો

 

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી વ્યાપક બરફવર્ષાની અસર ગુજરાત પર થવા માંડી છે. આખરે રાજ્યમાં ઠંડીનુ જોર એકાએક જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો નીચે જોવા મળ્યો છે. જેમાં ૧૧.૫ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યુ છે. તો અમદાવાદ શહેરમાં ૧૨.૮, અમરેલીમાં ૧૧.૬ અને કેશોદમાં ૧૨.૪ ડિગ્રી પણ પારો ગગડ્યો હતો. રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં પણ તાપમાન નીચું જોવા મળ્યું છે. નોંધનીય છે કે બંગાળી ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે પણ રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.