ગુજરાતમાં હવે ધો. ૧૦થી ૧૨માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે: શિક્ષણમંત્રી 

 

ગાંધીનગર: ગુજરાતમાં હવે ધો. ૧૦થી ૧૨માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે. ચાલુ વર્ષથી જ વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ અપાશે. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ મળે અને ભવિષ્યમાં સ્વનિર્ભર બની શકે તે હેતુથી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી આ માહિતી શેર કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૨માં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ૫૮૯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી-અનુદાનિત શાળાઓમા જુદા-જુદા ૧૩ ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવેલ છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે. તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો મળી રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી તાલીમ મળી શકે તે માટે ૧૩ ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ પોતાનો મનપસંદ વ્યવસાય પસંદ કરી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here