ગુજરાતમાં સૌથી ઝડપી વધી રહ્યા છે કોરોના કેસ 

 

અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં નોંધાયેલા ૫,૯૧૫ સક્રિય કોવિડ કેસોમાંથી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક આ ચાર રાજ્યોમાં જ ૭૦ ટકા કેસ નોંધાયા છે. ચાર રાજ્યોમાં તમામમાં ૫૦૦થી વધુ સક્રિય કેસ છે. ડેટા મુજબ ગુજરાતમાં સક્રિય કેસોમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. ગુજરાતમાં ૨૧૩ એક્ટિવ કેસ છે જે એક સપ્તાહ બાદ વધીને ૬૫૫ થઈ ગયા, જે ૨૦૭ ટકોનો વધારો દર્શાવે છે. દરમિયાન મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યામાં સાપ્તાહિક વધારો ૧૩૯ ટકા, કર્ણાટકમાં ૧૯ ટકા અને કેરળમાં ૧૫ ટકા રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ દરરોજ નોંધાતા કેસની વાત કરીએ તો ગુજરાતમાં દરરોજ નોંધાતા કોવિડ કેસોની સંખ્યા ત્રણ દિવસમાં બમણી થઈ છે  ૧૫ માર્ચના રોજ સંખ્યા ૯૦ હતી જે ૧૮ માર્ચના રોજ ૧૭૯ થઈ ગઈ છે. ૧૨ માર્ચે ૪૮ કેસ નોંધાયા હતા ત્યારે ૧૮ માર્ચે ૧૭૯ કેસ નોંધાયા હતા. AIMS-દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે વાયરસ મ્યુટેશન અને એન્ટિજેનિક ડ્રિટમાંથી પસાર થાય છે. તેમાં થોડું પરિવર્તિત થાય છે અને ચેપી થવાની શક્યતાઓ વધુ હોય છે. ક્યારેક તે વધુ નુકશાન નથી પહોંચાડતા, પરંતુ અન્ય બીમારીઓની જેમ આપણે તેની સાથે જીવવું પડશે. ત્ઘ્શ્ પ્રવેશ અને ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવા દર્દીઓની સંખ્યા ઓછી છે.