ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે જંગી મૂડીનું રોકાણ

 

અમદાવાદ: ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના ઉત્પાદન માટે અમદાવાદમાં મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિગ (એમઓયુ) પર વેદાંતા ગ્રૂપના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર ઓફ ડિસ્પ્લે એન્ડ સેમિકન્ડક્ટર બિઝનેસ આકર્ષ હેબ્બર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ સહીસિક્કા કર્યા હતા. એ પ્રસંગે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાજર રહ્યાં હતા. 

ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂ‚. ૧,૫૪,૦૦૦ કરોડના મૂડીરોકાણ માટેના એમઓયુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સાયન્સ ટેક્નોલોજી પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમઓયુ અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે. આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે. આ માટે છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે, પરંતુ તાઈવાન આ ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રૂપે ગુજરાત સરકાર સાથે આજે સેમિક