ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, ત્યાં હવે વિમાન પણ બનશેઃ વડાપ્રધાન

 

મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ત્રણ દિવસના પ્રવાસે આવી પહોîચ્યા હતા. અમદાવાદથી મોઢેરા પહોંચેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂ. ૩૦૯૨ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી દ્વારા જાહેરસભાને સંબોધવામાં આવી હતી. લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદીઍ મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી ૩ડી લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યુ હતું.

વિકાસકાર્યોમાં રૂ. ૫૧૧ કરોડના ખર્ચ સાબરમતીજગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. ૩૩૬ કરોડના ખર્ચ ઓઍનજીસી પ્રનંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત, મોઢેરા સોલાર વિલેજ, ઍમ. ઍસ. પાઇપલાઇન પ્રોજકેટ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, મહેસાણામાં રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટરનો સમાવેશ થાય છે. કુલ મળીને ૧૧૪૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

સાથે , રૂ. ૧૧૮૧.૩૪ કરોડના ખર્ચ ઍનઍચ૬૮ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું લેન અપગ્રેડેશન અને પીઍસ હાઇવેની કામગીરીનું ખાતમુર્હુત પણ કરવામાં આવશે. ઉપરાંત ૩૪૦ કરોડના ખર્ચ મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ. ૧૧૦ કરોડના ખર્ચ ટેટ્રા પેક પ્લાન્ટ અને ૧૦૬ કરોડના ખર્ચ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુર્હુત કરવામાં આવશે. બધું મળીને ૧૭૪૭. ૩૮ કરોડના કામોનું ખાતમુર્હુત કરવામાં આવશે. આમ, મહેસાણાને કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે. મહેસાણાના મોઢેરામાં જાહેર સભાને સંબોધન સમયે વડાપ્રધાને મહેસાણાવાસીઓને રામરામ કર્યા હતા અને કહ્નાં કે તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે. આજે જે હજારો કરોડ રૂપિયાના પ્રોજેકટનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું છે તે રોજગારના નવા અવસર પેદા કરશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદરૂપ થશે. સમગ્ર પ્રદેશમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓનો પણ વિસ્તાર કરવામાં આવશે.