ગુજરાતમાં સરકાર બની તો ૧૦ લાખ નોકરીઓ, બે રોજગારોને  ૩ હજાર આપીશું: કેજરીવાલ

 

અમદાવાદ: ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક મોટુ વચન આપ્યુ છે. કેજરીવાલે કહ્યુ છે કે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં ૧૦ લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને ૩,૦૦૦ રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. 

તેમણે વધુમાં કહ્યુ કે ગુજરાતની જનતા પણ અમારી મફત વીજળી-પાણી યોજનાનો લાભ ઇચ્છે છે. તેથી પંજાબ અને દિલ્લીની જેમ અમે અહીં પણ જનહિત યોજનાઓ લાગુ કરીશુ. અમારી સરકાર આવી તો આપીશુ ૧૦ લાખ નોકરીઓ કેજરીવાલે બેરોજગારી અને મોંઘવારીને લઈને વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નકલી દારૂના કારોબાર અને અકાળે મોતને લઈને ભાજપ સરકારને કોસી હતી. 

કેજરીવાલે કહ્યુ કે અહીં દારૂ માફિયાઓનુ રાજ છે. જો આપ સરકાર બનશે તો અમે સ્પષ્ટ નીતિઓ લાવીશુ. નોકરી અપાવવાના નામે થતી લાંચ રૂશ્ર્વત અટકશે. હું રાજ્યના બેરોજગારોને રોજગારની ગેરંટી પણ આપુ છુ. એક્ઝામ પીપર લીક રોકવા માટે લાવીશુ કાયદો. અહીં અમારી સરકાર પરીક્ષા પેપર લીક ભવિષ્યમાં ન થાય તે માટે કાયદો લાવશે. અમે સહકારી ક્ષેત્રમાં નોકરીની તમામ પ્રક્રિયાને પારદર્શક બનાવીશુ. 

આ પહેલા કેજરીવાલે સુરતમાં લોકોને પહેલી ગેરંટી આપી હતી. અમારી સરકાર બનશે તો તમને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવશે. મોંઘવારી નિયંત્રણ બહાર છે. વીજળીના ભાવ પણ સતત વધી રહ્યા છે, પરંતુ હું કહેવા માંગુ છુ કે અમારી સરકાર આવશે ત્યારે આ સમસ્યા નહિ રહે. ગુજરાતમાં ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેથી તમામ પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેજરીવાલ સતત ગુજરાતમાં આવી રહ્યા છે. રાજ્યમાં તેઓ પોતાની પાર્ટીને મજબૂત કરવા અને સત્તાધારી ભાજપને કડક ટક્કર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here