ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન

 

 

અમદાવાદઃ એક તરફ રૂપાણી સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણી શરૂ કરી દેવાઈ છે, તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત થઈ છે. 

રવિવારે કોંગ્રેસે ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કરીને રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા અને રાજકોટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પોરબદરમાં અર્જુન મોઢવાડિયાએ, આણંદમાં ભરતસિંહ સોલંકીએ અને વડોદરામાં સિદ્ધાર્થ પટેલની પોલીસે અટકાયત કરી હતી.

આજે રૂપાણી ભાજપ સરકાર વિરુદ્ધ આંદોલનના ભાગરૂપે કોંગ્રેસ દ્વ્રારા શિક્ષણ બચાવો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. અમીત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં ચારે તરફ લૂંટ ચલાવવામાં આવી રહી છે. શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર શરમ કરવાને બદલે ઉજવણી કરી રહી છે. જે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે, તે રદ કરો. ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ જે શિક્ષકો અને અધ્યાપકોની ખાલી જગ્યાઓ છે તેના પર ભરતી કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here