ગુજરાતમાં વિશ્વના સૌ પ્રથમ ગ્લોબલ આયુર્વેદ બહનું લોકાર્પણ કરાયું

ભાવનગરઃ ભારતીય સંસ્કૃતિમાં ચાર વેદનું અનોખું મહત્વ છે. જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે, પરંતુ આદિ-અનાદિકાળથી એક બીજો વેદ પણ હતો. તેની ઓળખ ૨૧મી સદીમાં મળી છે અને તેનું નામ છે આયુર્વેદ. અથર્વવેદમાં ૧૦૦ વર્ષ જીવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જેમાં મોટી ભૂમિકા આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિની રહી છે. જ્યારે આયુર્વેદમાં હેપ્પીનેસ, માનસિક આરોગ્ય, કરૂણા, સહાનુભૂતિ અને સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. માટે જ આયુર્વેદને જીવવા જ્ઞાનરૂપે સમજવામાં આવે છે. આપણે ત્યાં જેટલી પ્રતિષ્ઠા અને માન-સન્માન ચાર વેદનું છે તેવી જ રીતે આયુર્વેદ પાંચમો વેદ છે. નવી-નવી બીમારીઓઓને પહોંચી વળવા માટે આયુર્વેદ કેટલો મહત્વનો છે તેનો આખી દુનિયાએ સ્વીકાર કર્યો છે. ભાવનગરના મોણપુર ગામમાં દુનિયાનું સૌપ્રથમ ગ્લોબલ આયુર્વેદ હબ સાકાર થવા જઈ રહ્યું છે. તેના પહેલા તબક્કાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું. આ માત્ર ભાવનગર જ નહીં પરંતુ આખા ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. 

અમદાવાદ એરપોર્ટથી જો તમારે ભાવનગરના વલભીપુર જવું હોય તો ૧૩૫ કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. અહીંયા ૧,૨,૧૦ કે ૧૦૦ વીધા નહિ પરંતુ ૪૦૦૦ એકરમાં ગ્લોબલ આયુર્વેદ હબ આકાર લેવાનું છે. એટલે કે ગ્લોબલ આયુર્વેદ હબ એક વૈશ્વિક કક્ષાનું હશે. જેના કારણે આજુબાજુના હજારો લોકોને નવી રોજગારીની તકો પણ સર્જાશે. આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે મોણપુરના સરપંચ દ્વારા ગ્લોબલ આયુર્વેદ હબના ડેવલપમેન્ટ માટે વ્યાસ  એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિમણૂંક કરવામાં આવી છે.

કોરોના મહામારીએ આપણને આયુર્વેદનું મહત્વ સમજાવ્યું છે. આયુર્વેદનો જે પ્રમાણે વિસ્તાર થઈ રહ્યો છે તેને જોતાં ઞ્ખ્ણ્ એટલે કે ગ્લોબલ આયુર્વેદ હબનો વિકાસ થાય તે જરૂરી હતું. ૪૦૦૦ એકરમાં આકાર લઈ રહેલા ગ્લોબલ આયુર્વેદ હબ આયુર્વેદિક દવાઓને પશ્ચિમનું બજાર અપાવવામાં મદદગાર સાબિત થશે. સાથે જ આયુર્વેદને વૈશ્વિક ઓળખ અપાવવામાં આ ગુજરાતની મોટી પહેલ છે.  

દેશ અને દુનિયામાં અત્યારે આયુર્વેદ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મેડિકલ ક્ષેત્રમાં પણ આયુર્વેદને મહત્વનું અંગ માનવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિએ અનેક નાના-મોટા રોગો  સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અનેક કિસ્સામાં તો મોટી જીવલેણ બીમારીઓને પણ તે જડમૂળથી દૂર કરી શકે છે. ગ્લોબલ આયુર્વેદિક હબ અનેક ક્ષેત્ર પર ધ્યાન કેનિ્દ્રત કરી રહ્યું છે. આયુર્વેદને લગતી તમામ સુવિધાઓ અને પ્રણાલીઓ મળી રહે તેવું આ દુનિયાનું એકમાત્ર હબ છે. જે આખી દુનિયાના દેશોને તેમના સારા અને દીર્ઘાયુ સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય આયુર્વેદિક દવાઓનું ટેકનોલોજી અને તમામ માપદંડો પર સંશોધન કરીને તેને દુનિયાના તમામ લોકો સુધી પહોંચાડવાનો છે. જેનાથી ગુજરાત આયુર્વેદિક દવાઓનું મુખ્ય મથક બનશે. 

ગુજરાતે દુનિયાને અનેક મોટી ભેટ આપી છે અને સદા દુનિયાનું માર્ગદર્શન કર્યુ છે. ત્યારે દેશમાં સદા અગ્રેસર રહેનાર પ્રધાનમંત્રી મોદીના શબ્દોમાં કહીએ તો ‘આપણું પોતીકું ગુજરાત’ હવે આયુર્વેદિક ક્ષેત્રમાં હરણફાળ ભરવા જઈ રહ્યું છે. જેના માટે આખી દુનિયામાં તમે ક્યાંય ન જોયું હોય તેવું સૌથી મોટું ગ્લોબલ આયુર્વેદ હબ ભાવનગરના મોણપુર ગામમાં આકાર લેવા જઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ગુજરાતના જ નહિ, દેશમાં જ નહિ, પરંતુ આખી દુનિયાના લોકો લાંબુ અને સ્વાસ્થપૂર્ણ જીવન જીવી શકે તે રહેલો છે. 

કોરોનાકાળમાં ગુજરાતમાં ૩૦૦ કરતાં વધારે ફાર્મા કંપનીઓ આવી. જેમાં સૌથી વધારે ડિમાન્ડ આયુર્વેદિક વનસ્પતિઓની રહી. આવનારા સમયમાં કોરોના કરતાં પણ ભયાનક બીમારીઓ દસ્તક દેવાની છે ત્યારે આયુર્વેદિક વનસ્પતિઓની સૌથી વધારે જરૂર પડશે. આ જ ઉદ્દેશ્યથી ગ્લોબલ આયુર્વિદક પાર્કમાં અસંખ્ય અને જેના નામ પણ તમે નહીં જાણતા હોય તેવી ઔષધિઓ ઉગાડવામાં આવી રહી છે. એટલું જ નહીં આયુર્વેદિક પાર્કમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મદદથી ખાનગી કે સરકારી કંપનીઓ પણ પોતાની જમીન લઈને જરૂરિયાત પ્રમાણે ઔષધિઓનું ઉત્પાદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.