ગુજરાતમાં વિગેનીઝમનો પ્રસાર વધારવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરાઈઃ દૂધ શાકાહાર નથી

 

અમદાવાદઃ વર્લ્ડ વિગન વિઝનના ગુજરાત ચેપ્ટરને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે અમદાવાદમાં વિગન સમુદાયના સંખ્યાબંધ લોકો અને આ વિષયના બ્લોગરનું સ્નેહ મિલન યોજાયું હતું. પોતાના જીવનમાં વિગનનો અમલ કરતા સંખ્યાબંધ લોકો, ફૂડ બ્લોગર તથા હોટેલિયર્સની હાજરીમાં એવો સૂર વ્યક્ત કરાયો હતો કે ગુજરાતમાં વિગેનીઝમનો મહત્તમ પ્રસાર કરવો. અમેરિકાસ્થિત આ સંસ્થાના સ્થાપક અને ચેરમેન એચ.કે. શાહ શાકાહાર તથા વિગેનીઝમનો પ્રસાર કરવા માટે પ્રતિબધ્ધ છે. નીતિનભાઈ વ્યાસ સહિત આખી સક્ષમ ટીમ તેમને સહયોગ આપી રહી છે. ભારતમાં મુંબઈ, બેંગ્લોર અને ગુજરાતમાં અમદાવાદ ખાતે તેના ચેપ્ટર શરૂ થયાં છે.

વર્લ્ડ વિગન વિઝનના ગુજરાત ખાતેના પ્રેસિડેન્ટ દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે ધીમે ધીમે લોકો વિગન આહાર તરફ વળી રહ્યા છે. આપણે આપણા મજબૂત પ્રયાસો ચાલુ રાખીશું તો ઝડપથી લોકો તેમાં મોટી સંખ્યામાં જોડાશે. જાણીતા લેખક, પત્રકાર અને સમાજસેવક રમેશ તન્નાએ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહીને શુભકામના વ્યક્ત કરી હતી. આ સ્નેહમિલનમાં સંપૂર્ણ વિગન કેક કાપવામાં આવી હતી તો ઉપસ્થિત લોકોને વિગન આહાર પીરસવામાં આવ્યો હતો. અમેરિકાસ્થિત નીતિનભાઈ વ્યાસે સંદેશામાં જણાવ્યું હતું કે વિગનના પ્રસાર માટે વિવિધ સ્તરે નિયમિત પ્રયાસો હાથ ધરાતા રહેશે