ગુજરાતમાં લોકડાઉનના 4થા તબકકામાં આપવામાં આવી છૂટછાટ- રંગીલું શહેર રાજકોટ હિલોળે ચઢ્યું લોકો રોડપર, શેરીઓમાં , બજારોમાં ઉમટી રહ્યા છે શહેરમાં લોકોમાં ખુશી અને રાહતની લાગણી પ્રસરી ….

 

લોકડાઉનના ચોથા તબક્કામાં સરકારે કેટલીક છૂટ છાટો મૂકી છે, કેટલાક પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. લોકોના ઘરની બહાર આવન- જાવન પર હવે છૂટ મૂકાઈ છે આથી ગ્રીન ઝોનના વિસ્તારોમાં રહેનારા લોકો જાણે બંધનમાંથી મુક્ત થવાનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ભીડ ઉમટી રહી હોવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાન- બીડી – સિગરેટની દુકાનો પર ખરીદી માટે જાણે મેળો ઊભરાયો  હોય એવું વાતાવરણ સર્જાયું હતું. બજારોમાં ચહેલ- પહેલ દેખાઈ રહી હતી. હેરકટિંગ સલૂન, ફરસાણની દુકાનો, ગેરેજ, . મોબાઈલની દુકાનો, હાર્ડવેયર , કરિયાણું, . તમામ પ્રકારની દુકાનો પર ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. શહેરમાં રિક્ષાઓ દોડતી થઈ ગઈ છે. 4.0 લોકડાઉનની છૂટછાટ જાહેર થઈ, તેમાં ઓડૃ ઈવન વિસ્તારોને ક્રમશઃ છૂટછાટ આપવાનો નિયમ હોવા છતાં લોકો એટલાં ઉત્સાહિત થઈ ગયા હતા કે ઓડૃ ઈવનની ઐસી – તૈસી કરી દીધી હતી. હેરકટિંગ સલૂનોમાં વાળ કપાવવા- દાઢી કરાવવા માટે લોકોની લાઈનો થઈ હતી. બે બે મહિનાથી વાળ વધારીને કંટાળેલા માણસો માથા પરનો બોજો હલકો કરવા આતુર હતા. શહેરના ગેરેજમાં ગાડીની મરામત કરાવવા પણ ભીડ ભેગી થઈ હતી. ખાસ તો ઉત્સવ જેવો માહોલ હત , ફરસાણની દુકોનો પર, ગરમાગરમ ફાફડા – જલેબી, ભજીયા, ખમણ – જાતજાતના ગુજરાતી ફરસાણો લેવા રાજકોટ શહેરના સ્વાદ- શોખીન  લોકો ઉમટી પડ્યા હતા. . 

     લોકડાઉનમાં છૂટછાટઆપવામાં આવી રહી હોવાની ઘોષણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. તેમણએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરવા માટે આવન- જાવનની છૂટ છે. એ માટે કોઈ મંજૂરી લેવાની આવશ્યકતા નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉદરમિયાન આપવામાં આવેલી ગાઈડ લાઈનનું પાલન કરતાં  કરતાં  ધીરે ધીરે બજારો અને ઉદ્યોગો ખોલવામાં આવશે.