ગુજરાતમાં લવ જેહાદના વધતા કિસ્સાઓઃ ‘યોગ્ય પગલાંઓ ભરીશું’ ગૃહમંત્રી પ્રદીપસિંહ

 

અમદાવાદઃ અમદાવાદના વટવા વિસ્તારમાં બુધવારે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરી ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા વાસણા વિસ્તારમાં પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. આવા કિસ્સાઓ અંગે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કડક શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે એક્શન લઇશુ.