ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ – 47  મહાનગરપાલિકામાં  ભાજપ, અને 16માં કોંગ્રેસનો વિજય

0
731

 

તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી ગુજરાતભરના શહેરો – નગરોના મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયાં છે. આ પરિણામો આમ તો સહુની કલ્પના મુજબના જ રહ્યા છે. કુલ 75 નગરપાલિકાઓમાંથી  47 પર ભાજપનો વિજય થયો છે., જયારે કોંગ્રેસના હિસ્સામાં 16 મહાપાલિકાઓ આવી છે. બેઠકોની વાત કરીએ તો, વિવિધ નગરપાલિકાઓમાં ભાજપ અને કોંગ્રેસ – બન્ને પક્ષને વધતી – ઓછી બેઠકો મળી છે, પણ ભાજપની લહેરને કારણે સર્વત્ર ભાજપનો જયજયકાર થયો હોય એવું બન્યું નથી. બહુમતી નગરપાલિકાઓ ભાજપે કબ્જે કરી છે ખરી, પણ કોંંગ્રેસનો સાલ સફાયો થયો હોય એવું ખાસ બન્યું નથી .