ગુજરાતમાં ધનતેરસે ૪૩૯ કરોડનું ૭૦૦ કિલો સોનું વેચાયું

અમદાવાદ: ગુજરાતમાં ધનતેરસના એક જ દિવસમાં અંદાજે રૂ. ૪૩૯ કરોડની કિંમતના ૭૦૦ કિલો સોનાનું વેચાણ થયું હતું. ૬૦ ટકા જવેલરી તથા બાકીના ૪૦ ટકા સિકકા-બિસ્કિટ વેચાયા હતા. અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ખુલ્લા રહ્યા હતાં. જવેલર્સ એસોસિએશનના અંદાજ પ્રમાણે માત્ર અમદાવાદમાં જ ૩૦૦ કિલો સોનાનું વેચાણ થયુ હતું. એસોસિએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે ધનતેરસે સોના-ચાંદીની શુભ ખરીદીની પરંપરા છે. આ વખતની ધનતેરસ ઘણી સારી હતી. સવારથી મોડીરાત સુધી જવેલર્સ શોરૂમોમાં ગ્રાહકોની ભીડ જામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here