ગુજરાતમાં ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે- રાજકીય વર્તુળોમાં  જોરશોરથી ચાલતી ચર્ચા –ગુજરાતનો નવો નાથ કોણ ??

0
964

તાજેતરનમાં ગુજરાત લોકસભાની ચૂંટણી સમિતિના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ  સમયે મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખનું નામ નથી. આ બન્ને મહાનુભાવોને ચૂંટણી સમિતિના સભ્ય તરીકે સ્થાન મળ્યું નથી. મોટેભાગે મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખને  ચુંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવતું હોય છે. પણ આ વખતે ભાજપ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિમાં આ બન્ને જણાને બાકાત રખાયાથી જાતજાતના અનુમાનો ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં . મુખયમંત્રી રૂપાણી અને પ્રદેશપ્રમુખ વાઘાણીના નામ ન હોવાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ટૂંક સમયમાં મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવી વ્યક્તિઓ વિરાજમાન થસે. જેમાં નવા  મુખ્યપ્રધાનપદે નીતિન પટેલ અને મનસુખ માંડવિયાના નામો ચર્ચાઈ રહ્યા છે..ચૂંટણી સમિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ નથી એટલે એવી ધારણા રખાય છેકે ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ પદે અન્ય કોઈની વરણી થવાની સંભાવના છે…