ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનો કેસરિયો

અમદાવાદઃ ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામમાં ગામડે ગામડે કેસરિયો અને નગરે નગરે ભાજપ ભાજપ જ છવાઈ ગયું છે. તમામ ૩૧ જિલ્લા પંચાયત, ૧૯૬ તાલુકા પંચાયત જ્યારે ૭૫ નગરપાલિકાઓ ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.

ભાજપની જીતમાં આ વખતે ૨૦૧૦નું પુનરાવર્તન થયું છે. એમ કહી શકાય કે, ૨૦૧૫માં ભાજપને મળેલી કારમી હારનો બદલો આ ચૂંટણીનાં પરિણામે અત્ર તત્ર સર્વત્ર કેસરિયો લહેરાવીને વાળી દીધો છે. કોંગ્રેસનો આ ચૂંટણીનાં પરિણામોમાં ધરમૂળથી સફાયો થયો છે. જો કે, ૩૩ તાલુકા પંચાયત અને ૪ નગરપાલિકામાં કોંગ્રેસ સજીવન રહે તે રીતે જીત પ્રાપ્ત થઇ છે. 

તો બીજી બાજુ ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી નવીસવી આમ આદમી પાર્ટી અને ઓવૈસીની ખ્ત્પ્ખ્ત્પ્ પાર્ટીનો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ઉદય થયો છે. આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયતમાં ૩૧, જિલ્લા પંચાયતમાં ૨ અને નગરપાલિકામાં ૯ બેઠકો મળીને ૪૨ બેઠકો પ્રાપ્ત થઇ છે. જ્યારે ખ્ત્પ્ખ્ત્પ્ પાર્ટીને નગરપાલિકામાં ૯ બેઠકો પ્રાપ્ત થઇ છે, આમ પ્રથમ વખત નગરપાલિકામાં ખ્ત્પ્ખ્ત્પ્ વિપક્ષનો હોદ્દો મેળવશે. જ્યારે બહુજન સમાજ પાર્ટીને ૧ બેઠક જિલ્લા પંચાયતમાં, ૪ બેઠક તાલુકા પંચાયતમાં અને ૬ બેઠક નગરપાલિકાની મળીને ૧૦ બેઠક પ્રાપ્ત થઇ છે. 

આ ઉપરાંત તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે લડતા ૧૧૫, જિલ્લા પંચાયતમાં ૩ અને નગરપાલિકામાં ૧૭૨ મળીને ૨૯૦ બેઠકો અપક્ષ ઉમેદવારોને પ્રાપ્ત થઇ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક, ૨૩૧ તાલુકા પંચાયતની ૨૭૨૦ બેઠક અને ૮૧ નગરપાલિકાની ૪૭૭૪ બેઠક મળીને કુલ ૮૪૭૪ બેઠકોની ચૂંટણી યોજાવાની હતી જેમાં ૨૫ જિલ્લા પંચાયતની, ૧૧૭ તાલુકા પંચાયતની અને ૯૫ નગરપાલિકાની બેઠકો બિનહરીફ થઇ હતી. આમ ૮૨૩૭ બેઠકો પર યોજાયેલી ચૂંટણીના મંગળવારે સાંજે ૭ વાગ્યા સુધી જાહેર થયેલાં પરિણામોમાં ભાજપને ૩૧ જિલ્લા પંચાયતમાં ૭૮૫ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતમાં ૩૩૨૨ બેઠકો જ્યારે ૮૧ નગરપાલિકામાં ૨૦૬૩ બેઠકો મળીને કુલ ૫૪૭૦ બેઠકો પ્રાપ્ત થઇ છે. 

આમ, ૮૪૭૪ બેઠકોમાંથી ભાજપને ૬૫ ટકા બેઠકો પ્રાપ્ત થઇ છે. વિપક્ષ કોંગ્રેસને ૩૧ જિલ્લા પંચાયતમાં ૧૬૭ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતમાં ૧૨૪૩ બેઠકો જ્યારે ૮૧ નગરપાલિકામાં ૩૮૫ બેઠકો મળીને કુલ ૧૭૯૫ બેઠકો પ્રાપ્ત થઇ છે. આમ, ૮૪૭૪ બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર ૨૧ ટકા બેઠકો પ્રાપ્ત થઇ છે. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોડી રાત સુધી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય તેવી સંભાવના છે.  

એક માન્યતા એવી છે કે, ભાજપ એ શહેરોની પાર્ટી છે અને કોંગ્રેસ એ ગામડાઓની પાર્ટી છે, કોંગ્રેસને ગામડામાંથી સાફ કરીને ભાજપે પોતાની છાપ ભૂંસી નાખી છે. મંગળવારે જાહેર થયેલા પરિણામો ઉપરથી એવું લાગી રહ્યું છે ગુજરાત હવે લગભગ વિપક્ષ વિનાનું રાજ્ય બન્યું છે. 

૨૦૧૫ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ભીંસ પડી હતી અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. પણ મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે એ નુકસાન માત્ર સરભર જ નથી કર્યું પણ ગામડામાંથી કોંગ્રેસને મૂળિયાં સહિત ઉખેડી નાખી છે. જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આશ્ચચર્યજનક પરિણામ આવ્યાં છે. કોંગ્રેસ મુક્ત ગુજરાતના નારાને આજનાં પરિણામ થકી ભાજપે સાર્થક કર્યું હોય તેવું જણાઇ રહ્યું છે. 

વર્ષોથી વર્ષોના કોંગ્રેસના ગઢ રહેલા જિલ્લાઓમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. છોટાઉદેપુર, દાહોદ, તાપી, ડાંગ જે કોંગ્રેસના ગઢ ગણાતા હતા તે તમામ જગ્યાએ કોંગ્રેસની કારમી હાર થઇ છે. દેશની આઝાદી બાદ પ્રથમવાર ભાવનગર જિલ્લાની ઘોઘા પાલિકા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પરાજિત થતા મોટો અપસેટ સર્જાયો છે. એ જ રીતે વાંકાનેર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે ગુમાવી છે. એટલું જ નહીં ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૯ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ બે આંકડે  પહોંચી શકી નથી. જ્યારે ૨ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને એકપણ બેઠક પ્રાપ્ત થઇ નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના ગઢમાં ભાજપની ૨ તાલુકા પંચાયત વીંછિયા અને જસદણમાં કારમી હાર થઇ છે.  એ જ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગઢ ગણાતા સુરતના કામરેજ તાલુકાના આંબોપી તાલુકાની બેઠક ઉપર આપના ઉમેદવારની જીત થઇ છે. બીજી બાજુ માળિયા મિયાણાની નગરપાલિકાની તમામ બેઠકો કોંગ્રેસના ફાળે જવા પામી છે. 

અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ મોટો અપસેટ સર્જાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપ જીતી ગયું છે પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આ વખતે એસટીના ઉમેદવાર છે. ભાજપમાંથી એકપણ એસટી ઉમેદવાર નહીં ચૂંટાતા કોંગ્રેસના ચૂંટાયેલા શાહપુર બેઠક પરના એસટી ઉમેદવાર પ્રમુખ પદ મેળવશે. આમ આદમી પાર્ટીએ આજે જાહેર થયેલાં પરિણામોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન  વડનગરમાં ૧ બેઠક જીતીને આશ્ચર્ય  સર્જ્યું છે. વડનગર તાલુકા પંચાયતની બોલીપુર બેઠક પર આપના ઉમેદવારનો વિજય થયો