ગુજરાતમાં છેલ્લા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે.. 

 

     ગુજરાતના મોટાભાગના વિસ્તારોની જમીન હજી વરસાદના બે છાંટા માટે તરસી રહી છે. આ વખતે આખા ગુજરાતમાં માત્ર 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં  આ વર્ષે 44 ટકા વરસાદની  ઘટ છે. વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છમાં અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી ઓછો 5.51 ઈંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23.07 ઈંચ વરસાદ નોંધાયો હતો. હજુ  ઓગસ્ટની 18 તારીખ સુધી વરસાદ પડે તેવી સંભાવના નથી એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુજરાતના ખેડૂતોની વરસાદી ખેતી હવે તો રામભરોસે છે..રામા મેઘ દે..પાની દે.. પાની રે રામા મેઘ દે…