
ગત સપ્તાહમાં ગુજરાત- મહેર કરી છે. કાળઝાળ ગરમીથી ત્રાહિ ત્રાહિ પોકારી ગયેલા લોકોએ રાહત અનુભવી છે. સુરત, નવસારી, વડોદરા તેમજ કાઠિયાવાડ પંથકમાં વરસાદ થયાના વાવડ છે. વડોદરા,વાપી, નવસારી તેમજ વડોદરાના ઉપનગરીય વિસ્તારોમાં ઠેકઠેકાણે પાણી ભરાવા પામ્યા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા , સાબરકાંઠા, કલોલ સહિતના શહેરોમાં પણ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી હતી. ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું હોવાથી વહીવટીતંત્રને પણ હાશકારો થયો છે. જો કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે સાવચેતીના પગલા લેવા બાબત પણ સરકારી તંત્ર સમીક્ષા કરી રહ્યું છે.