ગુજરાતમાં ચૈત્રી આઠમની ઉજવણીઃ માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા, હવન-નવચંડી યોજાયા

અમદાવાદઃ જગતજનની મા શક્તિની આરાધના કરવાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આઠમના પાવન દિવસે અમદાવાદ સિહત સમગ્ર ગુજરાતમાં આવેલા શક્તિ પીઠોમાં માતાજીના હવન, નવચંડી યજ્ઞ સાથે ચૈત્રી આઠમની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં હતા.
અમદાવાદ સિહત સમગ્ર ગુજરાતમાં આવેલ શકિતપીઠોમાં ચૈત્ર માસની અષ્ટમીના રોજ ઠેર ઠેર માતાજીના હવન, નવચંડી તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી મંિદરમાં મોટી સંખ્યામાં દશર્નાર્થીઓ દશર્ન માટે ઉમટી પડ્યાં હતા. વહેલી સવારથી જ દશર્નાર્થીઓની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓમાં ચૈત્રી આઠમનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે. આ પ્રસંગે મંિદર પરિસરમાં હવન, નવચંડી યજ્ઞ સહિત ધાર્મીક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ્યા હતા.
વડોદરાના માંડવીમાં આવેલા શ્રી અંબામાતાના મંદિરે સવારથી શ્રધ્ધાળુઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. તો માંડવી નીચે આવેલા માતાજીના મંદિરમાં પણ શ્રધ્ધાળુઓનો દર્શન માટે ભારે ધસારો રહ્યો હતો. માંડવી ખાતેના માતાજીના મંદિર ચોકમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી ખાતે માતાજીના બે મંદિરો આવેલા હોઇ, શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહેવાના કારણે માંડવી વિસ્તારમાં ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. જોકે, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ટ્રાફિકનું નિયમન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વડોદરા નજીક આવેલા કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિરમાં પણ શ્રધ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. તે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં હવન-નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાંક મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે માતાજીની આરાધના કરતા આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્રી આઠમ નિમીત્તે વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત તુળજા ભવાની મંદિરમાં પણ માતાજીના દર્શન માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. વડોદરા સહિત આસપાસના ગામોના લોકો તુળજા ભવાનીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગામ ચૈત્રી આઠમના મેળામાં ફેરવાઇ ગયું હતું. તો વડોદરાથી 50 કિલો મીટર દૂર પાવાગઢના ટોચે બિરાજમાન મહાકાળી માતાના દર્શન માટે પણ લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે ચૈત્રિ નવરાત્રી આઠમના પાવન દિવસે કેટલાંક લોકો દ્વારા નવા વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવી હતી. બિલ્ડરો દ્વારા નવી સાઇટો તો ડોક્ટરો દ્વારા નવા ક્લિનીક, હોસ્પિટલોની શરૂઆત કરવામાં આવી હતી. તો કેટલાંક વેપારીઓ દ્વારા પ્રોવિઝન સ્ટોર તો કેટલાંક લોકો દ્વારા અન્ય વેપાર-ધંધાની શરૂઆત કરવામાં આવી હતી. આમ વડોદરા શહેર અને જિલ્લામાં ચૈત્રી આઠમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.