ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યું જૂનુ અને જાણીતું સંકટ

 

બનાસકાંઠાઃ કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોના લોકોના માથે વધુ એક સંકટ આવીને ઉભું છે. સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થવાની તૈયારીમાં છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની બોર્ડર પર તીડના આતંકની શક્યતા છે. આ મામલે કૃષિ વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે. ગમે ત્યારે તીડોનું ટોળુ ગુજરાતના સરહદી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાઈ રહ્યાં છે, જેનુ આગળ ડેસ્ટિનેશન ગુજરાત હોઈ શકે છે. ગમે ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તીડનું આગમન એટલે ખેડૂતોને નુકસાન. તીડનુ આખેઆખુ ટોળુ એક રાતમાં આખા ખેતરનો સફાયો કરવામાં સક્ષમ હોય છે. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં તીડનો ત્રાસ સતત વધી રહ્યો છે.