ગુજરાતમાં કોરોના સંકટ ચિંતાજનક, ૭૮૩ નવા કેસ, સુરત ૨૫૦ને પાર

 

સુરતઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. બુધવારે પણ દરરોજ નોંધાતા કેસનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં હવે સુરત કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું છે. સુરતમાં બુધવારે નોંધાયેલા કેસનો આંકડો ૨૫૦ને પાર રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭૮૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને ૧૬ દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં કુલ ૧૯૯૫ દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૭,૬૮૪ થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ગયા છે.

સુરતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ ૭૮૩ કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં ૨૧૫ અને જિલ્લામાં ૫૮ કેસ છે. સુરતમાં કોરોનાનો કુલ આંક ૬૭૩૧ પર પહોંચ્યો છે. જ્યારે કુલ ૧૯૯ દર્દીઓના મોત થયાં છે. હાલ સુરતમાં ૨૧૬૬ એક્ટિવ કેસ છે. અમદાવાદ કોર્પોરેશન એરિયામાં ૧૪૯ અને જિલ્લામાં ૭ કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં ૫૫ અને જિલ્લામાં ૧૨ કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં ૨૬ અને જિલ્લામાં ૧૩ કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં ૧૪૯ અને જિલ્લામાં ૭ મળીને કુલ ૧૫૬ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ ૧૭૦ દર્દીઓ સ્વસ્થ થયાં છે અને પાંચના મોત થયાં છે. હાલ અમદાવાદમાં ૩૬૫૮ એક્ટિવ કેસ છે. અહીં અત્યાર સુધીમાં  કોરોનાના કુલ કેસનો આંકડો ૨૨,૪૧૮ પર પહોંચ્યો છે, કુલ ૧૫૦૩ના મોત થયાં છે અને ૧૭,૨૪૯ દર્દીઓ સ્વસ્થ થયાં છે