ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો

 

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિના જણાવ્યાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટીંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસો સામે આવ્યા છે. પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. કોરોનાને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. આમ ગુરુવાર સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ પોઝિટિવ સંખ્યા ૨૪૧ છે અને ૧૭ના મૃત્યુ થયા છે. જિલ્લાવાર માહિતી આ પ્રમાણે છે.

અમદાવાદ ૧૩૩-૬, સુરત ૨૫-૪, રાજકોટ ૧૧, વડોદરા ૧૮-૨, ગાંધીનગર ૧૩, ભાવનગર ૧૮-૨, કચ્છ ૨, મહેસાણા ૨, ગીર સોમનાથ ૨, પોરબંદર ૩, પંચમહાલ ૧-૧, પાટણ ૫-૧, છોટા ઉદેપુર ૨, જામનગર ૧-૧, મોરબી ૧, આણંદ ૨, સાબરકાંઠા ૧, દાહોદ ૧.