ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ બી.૧.૬૧૭ વેરિયન્ટથી જ પંચાવન ટકા મોત

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસની આ બીજી લહેરમાં કાળચક્ર પાછળ મુખ્ય કારણ ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ બી.૧.૬૧૭ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. દેશમાં આ ડબલ મ્યુટન્ટના પણ રાજ્ય અનુસાર જુદા જુદા મ્યુટેશન છે જે આ વેરિયન્ટને વધુ ઘાતક બનાવે છે.

આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લગભગ ૪૦ ટકા નવા કોરોના કેસ અને ૫૫ ટકા મોત પાછળ વાઈરસનો આ વેરિયન્ટ છે. દર્દીમાં આ વેરિયન્ટની હાજરી જોવા મળી છે. આ વેરિયન્ટ વધુ સંક્રમણ ક્ષમતા અને વધુ ઘાતક ક્ષમતા બંને ધરાવે છે. રાજ્યની વાઈરલ સિક્વન્સિંગમાં બીજા વેરિયન્ટ પણ મળી આવ્યા છે પરંતુ બી.૧.૬૧૭ ડોમિનન્ટ વેરિયન્ટ તરીકે રાજ્યમાં કોરોના દર્દીઓની સારવારના પ્રોટોકોલ અને વેક્સિનેશનની સ્ટ્રેટેજી બંને પર ખૂબ અસર કરે છે.

શહેરના જાણીતા તબીબે જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી ઘણી ઓથોરિટીએ હાલની કોરોના લહેર માટે આ વેરિયન્ટને જવાબદાર ગણાવ્યો છે.

નેશનલ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેના અભ્યાસમાં જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના ૬૧ ટકા સેમ્પલમાં આ વેરિયન્ટ જોયો છે. તેમ જ કર્ણાટક જેવા રાજ્યમાં પણ ડેટાના આધારે આ વેરિયન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે. આ મ્યુટેશનથી વાઈરસમાં ઉચ્ચ સંક્રમણકારકતા અને રોગપ્રતિકારક શક્તિને ચકમો આપીને પોતાનો બચાવ કરવાની ક્ષમતા વધે છે. જેથી માણસના શરીરમાં હાલમાં રહેલા એન્ટિબોડી આ વાઈરસના વેરિયન્ટ સામે લડી નથી શકતા અને નકામા રહે છે. જ્યાં સુધી રસીકરણ અથવા આ બીમાર દરમિયાન બીજા નવા એન્ટિબોડી ન બન્યા હોય. વાઈરસના વેરિયન્ટમાં આવેલા આ ફેરફારથી તેના ડોમિનન્ટ સિમ્ટમ્પ્સમાં પણ ફેરફાર આવે છે.

જેમ કે પહેલી લહેર દરમિયાન રહેલા વેરિયન્ટમાં ગળું સુકાવું મુખ્ય લક્ષણો પૈકી હતું હવે ઝાડા અને ઊલટી તેના મુખ્ય લક્ષણો છે. આ સાથે જ સંક્રમણના ફેલાવામાં પણ અલગ પેટર્ન જોવા મળે છે કે જેમ કે પહેલા ઘરમાં કોઈ એક બેને કોરોનાનું ગંભીર સંક્રમણ થતું હતું પરંતુ આ લહેરમાં આખા પરિવાર સંક્રમણની ચપેટમાં આવી જતા જોવા મળ્યા છે. આ ઉપરાંત સંક્રમણના શરીરમાં ફેલાવાની ગતિમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

પહેલા જે તબક્કો પાંચથી ૬ દિવસે આવતો તે હાલ પહેલા બીજા દિવસે જ આવી જાય છે અને શરીરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપે ફેલાય છે તેની સાથે ખૂબ જ ઝડપે ફેફસાને પોતાનો શિકાર બનાવે છે. વાઇરસની આ લહેરમાં આખા પરિવાર સંક્રમણની ચપેટમાં આવી જતા જોવા મળ્યા છે. આ ઉપરાંત સંક્રમણના શરીરમાં ફેલાવાની ગતિમાં પણ ફેરફાર જોવા મળ્ય છે. જુદા જુદા મ્યુટેશન છે જે આ વેરિયન્ટને વધુ ઘાતક બનાવે છે.