ગુજરાતમાં આપના હજારો પદાધિકારીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા

 

ગાંધીનગરઃ ગાંધીનગરમાં પાર્ટી હેડકર્વાટરમાં  પદાધિકારીઓ સહિત આમ આદમી પાર્ટીના સેંકડો સભ્યો ગુજરાતમાં સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. આ વિકાસ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા નિયુકત મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાતના થોડા દિવસો પહેલા થયો હતો. બંને નેતાઓ અમદાવાદમાં રોડ શો યોજવાની યોજના ધરાવે છે. સ્થાનિક આપ નેતાઓએ આને ખોટુ ગણાવ્યું અને કહ્યું કે તેના કેટલાક સસ્પેન્ડ કરાયેલા સભ્યોને બાદ કરતાં, અન્ય જેઓ ભાજપમાં જોડાયા છે તેઓ કયારેય અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી સાથે સંકળાયેલા નથી. બીજેપીએ જણાવ્યું હતું કે ગુજરાત એકમના વડા સી. આ.ર પાટીલની હાજરીમાં રાજય બીજેપી હેડકર્વાટર કમલમમાં આયોજીત એક કાર્યક્રમમાં સેંકડો લોકોએ આપની ટોપીઓ ઉતારી હતી અને કેસરી ખેસ પહેર્યો હતો. પાટીલે તેમાંથી ઘણાને ભગવા ખેસ પહેરાવીને આવકાર્યા. ગુજરાતના ૧૧ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આપ પદાધિકારીઓ અને પક્ષના સભ્યો પાર્ટીના મુખ્યાલયમાં ભાજપમાં જોડાયા હતા તેમ ભાજપે એક રિલીઝમાં જણાવ્યું હતું. અખંડવાદી રાષ્ટ્રવાદી સેવા દળના એક નેતા અને તેમના સમર્થકો પણ ભગવા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના વરિષ્ઠ નેતા રજનીભાઈ પટેલે કહ્યું કે આ લોકોએ જોયું છે કે આપણા વડાપ્રધાન દેશના વિકાસ અને સુરક્ષા અને સામાન્ય માનવીના ઉત્થાન માટે કેવી રીતે કામ કરે છે. તેમણે પાર્ટીમાં જોડાવા માટે ભાજપનો સંપર્ક કર્યો હતો અને આજે તેમને સામેલ કરવામાં આવ્યા હતા. આપના તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ હોવાનો દાવો કરનાર એક વ્યકિત ભાજપમાં જોડાયો હતો. તેમણે કહ્યું કે આપએ તેમને સસ્પેન્ડ કર્યા નથી. તેમણે દાવો કર્યો કે આપ ભ્રષ્ટાચારથી ભરેલી પાર્ટી છે.