ગુજરાતમાં આપના પ્રવેશ સાથે હવે ભાજપ પ્રજા વચ્ચે જશેઃ શાખ વધારવાના કાર્યક્રમો થશે

 

અમદાવાદઃ ગુજરાતમાં ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી વખતે પાટીદાર આંદોલન અને હાર્દિક-જિગ્નેશ અને અલ્પેશના સામાજિક આંદોલન બાદ રાજકીય પ્રવેશ સહિતના કારણોથી વન ફિફ્ટી પ્લસ એટલે કે ચૂંટણીમાં ૧૫૦ થી વધુ બેઠકો હાંસલ કરવાના ટાર્ગેટ સામે ૧૦૦ની બેઠકોની અંદર ધકેલાયા બાદ સરકાર રચનારા ભાજપે હવે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે આપના પાટીદાર બ્રાન્ડ પ્રવેશ અને કેજરીવાલને બુદ્ધિજીવીઓના વધી રહેલા સમર્થન તેમજ કોરોનાકાળમાં સરકારની ઘટેલી શાખ સહિતના વિરોધ પ્રવાહોને ખાળવા માટે મનોમંથન શરૂ કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની રાહબરી હેઠળ સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલને વધારી લોકોમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાની કવાયત આદરી છે.

ગુજરાતમાં પાટીદાર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને બદલીને તેમના સાથે પાટીદાર નેતાને બદલે સી. આર. પાટીલને મૂક્યા ત્યારે સરકાર અને સંગઠન એમ બંનેમાં મુખ્ય પ્રધાન કે પ્રદેશ પ્રમુખ એમ એક પણ સ્થાને પાટીદારને સ્થાન ન મળતા રિસાયેલા પાટીદાર સમાજના નેતાઓ વારે-તહેવારો પાટીદારને મુખ્ય પ્રધાન પદે જોવા માટેની ઇચ્છાઓ વ્યક્ત કરી ચૂક્યા છે બીજી બાજુ ૨૦૧૭ની વિધાનસભામાં પોતાના એક પણ ઉમેદવારની ડિપોઝિટ ન બચાવી શકનારી આમ આદમી પાર્ટીએ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર સમાજને આગળ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ગઢ સુરતમાં સપાટો બોલાવ્યો હતો. 

૨૦૧૭ બાદ બદલાયેલાં સમીકરણોની અવળી અસરને ખાળવા માટે ભાજપે કોંગ્રેસના મોટાં માથાં અને ધારાસભ્યોને ખેરવવાનું શરૂ કર્યું હતું પરંતુ તેનાથી ભાજપની મૂળ વોટબેન્કમાં થયેલા નુકશાનમાંથી આમ આદમી પાર્ટીએ ફાયદો ઉઠાવવાની રણનીતિ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનું જાહેર કર્યુ છે.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા નહીં બીજા વિકલ્પ તરીકે આપ આવશે તો ભાજપ માટે કપરાં ચઢાણ બની શકે છે. આવાં અનેક કારણો અને સમીકરણોના નિવારણના ભાગરૂપે પ્રદેશ પ્રભારીના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસસભ્યોની બેઠકમાં પ્રજા વચ્ચે જઇને સરકારે કરેલાં કામો અને પ્રજા હિતના મુદ્દો તેમજ પ્રચાર શૈલીમાં બદલાવ સહિતની રણનીતિ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ખાસ કરીને વેક્સિનેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here