ગુજરાતમાં આગામી 15મે બાદ લોકડાઉન હળવું કરાશે ..

 

        પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં લોકડાઉન કેટલાક વિસ્તારોમાં હળવું કરવામાં આવે એવી સંભાવના છે. શહેરોમાં જરૂરી ચીજ- વસ્તુઓના બજારો સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લાા રખાશે. લોકોને જીવન- જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં હાડમારી ના ભોગવવી પડે તેમજ વેપારી વર્ગનું કામકાજ ક્રમશ- શરૂ થાય એ આશયથી લોકડાઉન દરમિયાન કેટલીક રાહત આપવામાંઆવશે. જોકે બજારમાં જનારા ગ્રાહકે અને દુકાનદાર વેપારીઓએ  લોકડાઉન  દરમિયાન કોરોના અંગે અપાયૈલી ગાઈડલાઈન્સનું ચુસ્તપણેે પાલન કરવું પડશે. ગીન ઝોનના વિસ્તારોમાં વસતા લોકોને માટે કેટલીક છૂટછાટ અપાશે, ઓરેન્જ ઝોનના વિસ્તારોમાં રહેનારા લોકોનેે પણ રાહત અપાશે, પરંતુ બહારની કોઈ પણ વ્યક્તિ રેડ ઝોનમાં જઈ શકશે નહિ. હોટ વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ રહેશે. ગુજરાતમાં પણ હજી કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. આમ છતાં રાહતરૂપ વાત એ છેકે, સંક્રમિતદર્દીઓ સારવાર લઈને સાજા પણ  થઈ રહ્યા છે.