ગુજરાતભરમાં મંગળવારે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શહેરો અને ગામોનાં શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઊઠ્યાં હતાં. શિવાલયોમાં પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ બરફનાં શિવલિંગ બનાવવામાં આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓએ સવા લાખ બિલ્વપત્રાભિષેક કર્યો હતો. શિવભકતોએ શિવાલયમાં મંત્રજાપ અને શિવમહિમ્ન સ્તોત્ર કર્યાં હતાં. સોમનાથ મહાદેવ મંદિરમાં મહાદેવનાં દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. મહાદેવને ગુલાબ, વિવિધ પુષ્પો, પાઘડીનો શૃંગાર કરાયો હતો. અઢી લાખ ભક્તોએ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. તસવીરમાં નડિયાદમાં સંતરામેશ્વર મહાદેવમાં શિવલિંગ પર જળાભિષેક કરતા ભક્તો નજરે પડે છે.